Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.

અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.
, શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:58 IST)
અરજીલેખન
અરજીલેખન કેવી રીતે કરશો 
* અરજીલેખન ના માળખામાં મુખ્ય બે ઘટકોનો સમાવેશ થાય છે 
1. બાહ્યઅંગ 2. આંતરિક અંગ... 
 
* અરજીલેખનના બાહ્ય અંગમાં ત્રણ બાબતોના સમાવેશ થાય છે. 
1. શરૂઆત 
2. સંબોધન અને 
3. સમાપન 
 
* અરજીલેખનના આંતરિક અંગ ખૂબજ મહત્વનું છે. જેમાં અરજી કરવા પાછળનો હેતુ, અરજીની સંપૂર્ણ વિગત તથા અરજીના હાર્દનો સમાવેશ થાય છે...
* અરજીની શરૂઆતમાં  અરજી લખનારે પોતાનું નામ, પુરૂં સરનામું તથા અરજી કર્યાની તારીખ લખવાની રહે છે. 
 
* ત્યારબાદ સંબોધનમાં, જે અધિકારીને અરજી કરવાની હોય તેનો હોદ્દો, વિભાગ અને કચેરી અને શહેરનું નામ અરજીપત્રમાં ડાબી બાજુએ લખવાના રહે છે. 
 
* ત્યારબાદ અરજીના વિષયના મુદ્દામાં, અધિકારીના પદ વેગેરેના ઉલ્લેખ પછી 'વિષય' એવું મથાળું બાંધી, જે બાબતે અરજી કરી હોય તેનો સંક્ષેપમાં (એક 
 
બે વાકયમાં) નિર્દેશ કરવાનો રહે છે. 
 
* ત્યારપછી અરજીની વિગતો સ્પષ્ટ રીતે રજૂ કરતું મુખ્ય લખાણ લખવાનું હોય છે. જે અરજીનું હાર્દ ગણાય છે. 
 
* મુખ્ય લખાણ લખાઈ જાય પછી, નવા ફકરામાં આ વિષયમાં આપશ્રી ઘટતું કરશો તો હું આપનો આભારી થઈશ'. એવા અર્થવાળું 'આભારદર્શન'નું વાકય 
 
અચૂક લખવાનું રહે છે. 
 
* 'આભારદર્શન પછી અરજી કરનારે 'આપનું વિશ્વાસુ'- એમ લખીને એની નીચે પોતાની સહી અને એની નીચે કૌંસમાં પોતાનું પૂરું નામ લખવાનું રહે છે. 
 
* બીડાણ-અરજી સાથે કોઈ વિગત કે માહિતીના અલગ કાગળો જોડવાના હોય તે 'બીડાણ' લખીને દર્શાવવાના રહે છે. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 ફેબ્રુઆરી ડેટ પર જવાનું પ્લાન છે? તો ભૂલીને પણ ગર્લફ્રેંડને આ 7 જગ્યા પર ન લઈ જવું