Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અબ તો ચક દે ટીમ ઇંડિયા

અબ તો ચક દે ટીમ ઇંડિયા

વેબ દુનિયા

, શનિવાર, 8 સપ્ટેમ્બર 2007 (00:31 IST)
ટેસ્ટ સિરિઝમાં ઇગ્લેંડ ધરાશાયી કર્યા બાદ જ્યારે ટીમ ઇંડિયા એકદિવસીય સિરિઝમાં 3-2થી પાછળ ગઇ હતી. અત્યાર સુધી લાગતુ હતું કે એકદિવસીય સીરીઝ જીતવાનું સપનું સપનું જ રહી ગયું છે. પરંતુ છઠ્ઠા મેચમાં જે બહાદુરીથી ટીમ ઇડિંયાના બેસ્ટમેનોએ 317 રનોથી પીછો કરતાં અંગ્રેજોને મુગલતા દૂર કર્યો તેને જોઇને દિલ બોલી ઉઠયું કે આજ તો ચક દે ટીમ ઇડિંયા...

ઘણા દિવસો પછી ક્રિકેટનું જૂનો જૂનૂન જાગી ઉઠ્યો...સચિન-સૌરવને જૂના રંગમાં જોતાં ખુબ જ ખુશી મળી. નવા ખેલાડીઓને પણ પોતાના કામ ખૂબ જ સારી નિભાવ્યું. રોબિન ઉથ્થપાને જે રીતે ભારતીય જીતને 'ફિનિશિંગ ટચ' તેનાથી તેમનો આત્મવિશ્વાસની ખબર પડે છે.

મેસ્કેરેનસથી પાંચ છગ્ગા ખાઇ ચૂકેલા યુવરાજની આશાઓ તૂટી ગઇ હતી મેચ જીત્યાં બાદ મેદાન પર ખુશીથી કુદકાં ભરતાં જોતાં આસાનીથી આ અંદાઝો લગાવી શકાય છે કે મેચ હાર્યા બાદ કોઇપણ ખેલાડી પર શું ગુજરતી હશે.

જે દેશમાં ક્રિકેટને ધર્મ અને ખેલાડીઓને ભગવાન માનવામાં આવે છે, જ્યાં દરેક જીતની ખુશી તહેવાર જેમ મનાવવામાં આવે છે જ્યાં આશાઓને આકાશે અડકે છે. દરેક હાર પર ખેલાડીઓને કોસવામાં આવે છે, દરેક જીત પર તેમને તેમની પ્રસંશા પણ મળે છે.


એવી સ્થિતીમાં દરેક ખેલાડીઓ પર પ્રદર્શનનું દબાણ રહે છે. સાથે જ બીસીઆઇ અને આઇસીએલમાં ચાલી રહેલ રસાકસીનો ટીમ ઇંડિયા પર કોઇ અસર પડતી હશે. બસ આપણને આમ આદમી છીએ આપણે આનાથી શું લેવાદેવા બસ ! આપણે તો ટીમ ઇડિયાને જીતતા જોવી છે.


ભલે આપણી ટીમમાં ખામીઓ હોય આપણે તો ટીમ ઇંડિયાને માટે એક શબ્દ નિકળે છે ચક દે...ઇંડિયા ! ફરી એકવાર બતાવી દો કે સબસે આગે હૈ હિન્દુસ્તાની !

ફાઇનલ મેચ માટે ટીમ ઇંડિયાને અમારી શુભેચ્છાઓ...!



Share this Story:

Follow Webdunia gujarati