યૂવા ખેલાડીઓને ફરી રમવાનો મોકો મળશે !
ધોનીની યૂવા ટીમનું ભાવી ચમકશે કે ડૂબી જશે.
'ચક દે ઇંડિયા'ના યૂવા અને જોસીલા ખેલાડીઓનું ભાવી શું ઉજવળ છે ? શું બી.સી.સી.આઇ આ યૂવા ખેલાડીઓને વધુ મોકો આપશે ? આવા અનેક પ્રશ્નોનો જવાબ હાલમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા સાથેની ટૂર્નામેંટમાં મળી જશે ટ્વેંટી-20 વિશ્વ કપમાં ધોનીની કપ્તાની હેઠળ યૂવા ટીમને મોકલી ત્યારે અનેક તર્ક-વિતર્ક થયાં હતા. આ લવરમુછ્યા ખેલાડીઓ શું રમી શકશે ? તેવોને તો ફક્ત બલીના બકરા બનાવવા જ મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે આ ખેલાડીઓ જગ જીતીને આવ્યા તો બધા મોંમા આંગણા નાખી ગયા.
ભારતે ટ્વેન્ટી-20 વિશ્વકપ પર પોતાની જીતની મોહર લગાવતાંની સાથે જ ટીમ ઇન્ડીયા માટે શુભેચ્છાઓની વરસાદ વરસાવાનો શરૂ થઇ ગયો હતો. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે શુભેચ્છા પાઠવી હતી તથા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી તથા માસ્ટર બ્લાસ્ટર સચિને પણ ટીમ ઇન્ડીયાને શુભેચ્છા પાઠવી હતી. અને જોહનસબરગ ખાતે હાજર રહેલા કિંગખાને જીત બાદ મેદાનમાં આવી દરેક ખેલાડીને ભેટીને જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. આખો દેશ આ જીતમાં જુમી ઉઠયો હતો અને યુવા ખેલાડીઓને ફૂલોથી વધાવી લીધા હતા.
જયારે ભારતીય ક્રિકેટ સંઘેતો ઓસ્ટ્રેલિયા સામેની સાત દિવસીય સાત વન-ડે મેચ માટે જાહેર કરેલી આગામી ઇંડિયન ટીમમાં નીચેના ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.
'મહેન્દ્રસિંહ ધોની (કપ્તાન), યુવરાજ સિંહ (ઉપ-કપ્તાન), સચિન તેંડુલકર, સૌરભ ગાંગુલી, રાહુલ દ્રવિડ, ઇરફાન પઠાણ, હરભજનસિંગ, પિયુષ ચાવલા, ઝહિર ખાન, શ્રીશાંત, આર.પી.સિંહ, દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, રમેશ પોવાર, ગૌતમ ગંભીર'.
હવે આ અંગે દેશવાસીઓના વિચારો કેવા છે તે જોઇએ... આ યુવાનોનું જ કામ છે, જુના અને ઘરડા થઇ ગયેલા ખેલાડીઓ રમી ના શકે તેઓને હંમેશ માટે આરામ કરવા છોડી દેવા જોઇએ. સચીન, ગાંગુલી કે દ્રવીડ ટીમમાં હોય તો જ મેચ જીતી શકાય તેવી માન્યતા તૂટી ગઇ છે, હવેની તમામ આંતરરાષ્ટ્રીય મેચોમાં ફક્ત યુવાનો અને જે રમી શકે તેવાઓનેજ સ્થાન આપવું જોઇએ. અમદાવાદના એક યુવાન દિલીપ પટેલનું કહેવું છે કે ગાંગુલી અને સહેવાગ તો ઘરડા થઇ ગયાં છે તેઓની જરૂર ટીમને નથી, પરંતુ સચિન અને દ્રવિડ તો ટીમના મુખ્ય મોભી કહેવાય તેઓને રજા ના અપાય.
આજ વિષયમાં વડોદરાના કેતન દેસાઇએ અમને ફોન પર જણાવ્યું કે સચિન-ગાંગુલી અને દ્રવિડને તો ટીમમાં લેવાજ ના જોઇએ, તેઓ બધા મળીને રાજકારણ રમવવામાથી ઊચા નથી આવતા. હાલની યૂવાટીમ ટ્વેંટી-20માં આગળ આવી રહી તેવું લાગતા જ થોડાક દિવસો પહેલાં જ દ્રવિડે કેપ્ટનશીપ છોડી દિધી હતી. તેઓને ભાન થઇ ગયું હશે કે કેપ્ટનશીપ છીનવાઇ જાય તેના કરતા છોડી દેવી વધુ સારી. ત્યારે અમદાવાદની રહેવાસી નીરાળી શાહ કહે છે કે આ 20 -20 તો આપણે જીતી ગયા પણ આવું સાહસ હવે કયારેય ના કરાય, કારણકે ચાર વિકેટ પછી બોલર આવી જતા પાંચમો ખેલાડી રમવા જેવો કોઇ ન્હોતો. જો પાકિસ્તાન આ મેચ જીતી ગયું હોતતો, આપણે તો ફક્ત 157 રન બનાવી હારીજ જવાના હતા. દર વખતે કિસ્મત સાથ ના આપે.
ભૂતકાળમાં ભારતીય ટીમમાં આવું ટીમ વર્ક ના હતુ. દરેક સિનિયર ખેલાડીઓમાં થોડું ઘણુંતું અભિમાન હોય છે જે જુનિયર અને સિનિયરને એક ના થવા દે. ત્રણેય નામાંકિત ખેલાડીઓની ગેરહાજરીમાં ધોનીએ જે કેપ્ટનશીપ કરી છે તે જ આ જીતને આભારી છે. ભારત યુવા ખેલાડીઓની તાકાતેજ વિશ્વ ચેમ્પિયન બન્યું છે. તે સાથે ટીમમાં એકાદ અનુભવી ખેલાડીઓ પણ હોવા જોઇએ, કારણ કે 50 ઓવરની મેચમાં અનુભવી ખેલાડી જ વધુ રમી શકે તેમ છે. વન-ડે ટીમની કપ્તાની માટે ધોની યોગ્ય છે, પરંતુ ટેસ્ટ ટીમમાં સિનિયર ખેલાડીઓને આ જવાબદારી સોપવી જોઇએ તેવો મત અમદાવાદના એક ક્રિકેટ પ્રેમી રમેશ પટેલનો છે.
જ્યારે અન્ય એક ક્રિકેટ પ્રેમીનું કહેવું છે કે, સિનિયર ખેલાડીઓ વગરજ વિશ્વકપ દેશમાં લઇ આવ્યા તેજ ધોનીની યૂવા ટીમે સાબિત કરી દીધું છે કે તેઓજ ભારતીય ટીમના લાયક ખેલાડીઓ છે. સહેવાગે ટીમને હરાવવાની પુરી કોશીષ કરી કહેવાય, પરંતુ તેને ફાઇનલમાં ના લઇને જ ધોનીએ એક ઉત્તમ કેપ્ટનશીપ નીભાવી છે.
આમ જો આગામી ઓસ્ટ્રેલિયા સામેની સાત વન-ડે મેચમાં યુવા ખેલાડીઓને ના લેવામાં આવે તો તે ફક્ત બી.સી.સી.આઇની જ જવાબદારી કહી શકાય. આ ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણીનો પ્રથમ મેચ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 29મી સપ્ટેમ્બરનારોજ યોજાશે. આ મેચ દિવસ-રાત હશે. તેના પછી કોચ્ચિ, હેદ્રાબાદ, ચંડીગઢ, વડોદરા, નાગપુર અને મુંબઇમાં રમાશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઓસ્ટ્રેલિયા ટીમ ઝોહાનસબર્ગ થી દુબઇ થઇને આજે સાંજે 5.10 વાગે અહી પહોચી જશે. શું ફરીથી આપણી જાહેર થયેલી ઇંડીયન ટીમ કાંગારૂ ટીમને હરાવી શકે છે કે નહી તે જોવાનું રહયું.