હવે PFના પૈસા માત્ર 3 દિવસમાં જ મળી જશે !!
, ગુરુવાર, 20 જૂન 2013 (15:25 IST)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મતલપ ઈપીએફના પૈસા કાઢવા કે ટ્રાંસફર કરવા ખૂબ જ સહેલા થઈ ગયા છે. ઈપીએફઓએ ભવિષ્ય નિધિની નિકાસી અને તેનુ સ્થાનાંતરણ જેવા બધા દાવાનો નિપટારો માત્ર ત્રણ દિવસની અંદર કરવાની યોજના બનાવી છે. હાલ પીએફના પૈસા કાઢવામાં ઓછામાં ઓછા 90 દિવસ લાગે છે. આવુ થયુ તો લગભગ 1 કરોડ લોકોને ફાયદો થશે. કરોડો લોકોને થશે ફાયદો દાવાઓનો ઝડપથી નિકાલ કરવાના પ્રસ્તાવને અમલમાં લાવવા માટે ઈપીએફઓએ 5 જુલાઈના રોજ બધા ઝોનલ પ્રમુખોની એક બેઠક બોલાવી છે, જેમા કાર્યયોજનાનુ માળખુ તૈયાર કરવામાં આવશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ચાલુ નાણાકીય વર્ષમાં 1.2 કરોડ દાવા કરવાની શક્યતા છે અને જો તેમાંથી લગભગ 70 ટકા દાવાઓનો 3 દિવસમાં નિકાલ કરવામાં આવે તો તેનાથી લગભગ 84 લાખ દાવેદારને ફાયદો થશે. જલ્દી થશે નિયમ લાગૂ પીએફના દાવાનો તત્કાલ નિકાલ લાવવા સંબંધે ઈપીએફઓએ કહ્યુ છે, સંગઠનની છબિ સુધારવા માટે એક કાયદેસર આદેશ જરૂરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વર્ષ 15 જૂન સુધી બધા દાવાઓનો નિકાલ લાવવા માટે એક અભિયાન ચલાવાયુ છે. આ વર્ષે 11 જૂન સુધી 5,38,704 દાવા લંબિત હતા. ઈપીએફએ 2012-13માં 1.08 કરોડ દાવાઓનો નિકાલ કર્યો છે. જેમાથી 12.62 લાખ દાવેદાર આ વાતથી અસંતુષ્ટ હતા કે તેમના દાવાનો નિકાલ 30 દિવસની અંદર નથી કરવામાં આવ્યો. હવે PF ડિપોઝીટમાં મળશે 8.5% વ્યાજ તમારે માટે એક સારા સમાચાર છે. હવે તમને તમારા પીએફ ડિપોઝીટ પર 8.5 ટકા વ્યાજ મળશે. ઈપીએફએ વર્ષ 2012-13 માટે પીએફ ડિપોઝીટ પર વ્યાજ 0.4 ટકા વધારવાનુ એલાન કર્યુ છે. જેનો લાભ 5 કરોડ પીએફ ધારકોને મળશે. ઈપીએફઓ પર 8.5 ટકા વ્યાજ આપ્યા પછી પણ ઈપીએફઓને કોઈ નુકશાન નહી થાય. વર્ષ 2010-11માં પીએફ ડિપોઝીટ પર 9.5 ટકા વ્યાજ આપ્યુ હતુ. PF માટે આધાર કાર્ડ જરૂરી નથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને થોડા દિવસ પહેલા નવા કર્મચારીઓ માટે આધાર કાર્ડ જરૂરી કરી દીધુ હતુ. પણ હવે તેમણે પોતાનો આ આદેશ પરત લેવો પડ્યો છે. ઈપીએફઓ મુજબ બધા કર્મચારીઓ માટે આધાર કાર્ડ આપવો મુશ્કેલ છે તેથી હાલ આ આદેશ મુલતવી રખાયો છે.