Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલ મુસાફરો માટે ખુશખબર.. એક રૂપિયામાં થશે દસ લાખ રૂપિયાનો વીમો

રેલ મુસાફરો માટે ખુશખબર.. એક રૂપિયામાં થશે દસ લાખ રૂપિયાનો વીમો
નવી દિલ્હી. , મંગળવાર, 26 જુલાઈ 2016 (10:30 IST)
સપ્ટેમ્બરથી આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા ટિકિટો બુક કરાવવા માટે મુસાફરો માત્ર એક રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખ રૂપિયાની યાત્રા દુર્ઘટના વીમા કવર  લઈ શકશો.  આઈઆરસીટીસી ચેયરમેન સહ પ્રબંધ નિદેશક એ.કે. મનોચાએ કહ્યુ કે  વીમા કવર, દુર્ઘટનાઓની સ્થિતિમાં કાયદેસર ટિકિટ ધારકોને રેલવે દ્વારા આપવામાં આવતુ વળતર ઉપરાંતનો લાભ છે.   આ વીમો દુર્ઘટનાને કારણે મૃત્યુ, ઘાયલ અને અપંગતા માટે છે. 
 
તેમણે કહ્યુ, "હાલ આ વીમો રજૂઆત એકીકરણની પ્રક્રિયાને અધીન છે અને અમે સપ્ટેમ્બરથી આના પરિચાલનમાં આવવાની આશા છે. તેમણે કહ્યુ કે ટ્રેન દુર્ઘટનાઓને કારણે હોસ્પિટલમાં દાખલ હોવા મામલે વીમા કંપની દ્વારા વળતર પણ આપવામાં આવશે. "અમે ત્રણ વીમા કંપનીઓ શ્રીરામ જનરલ, રાયલ સુંદરમ અને આઈસીઆઈસીઆઈ લોંબાર્ડની પસંદગી કરી છે જે આ કવર પર મળી રહેશે. 
 
આ ઠેકે માટે કુલ વીમા કંપનીઓને પસંદ કરવામાં આવી હતી. તેમાથી 3નુ પસંદગી બોલી પ્રકિયા દ્વારા કરવામાં આવ્યુ.  મનોચાએ સ્પષ્ટ કર્યુ કે જો કે વીમાનો વિકલ્પ પસંદ કરવો મુસાફરોની પસંદ પર નિર્ભર કરે છે. જો કે આ એક સ્વૈચ્છિક રજૂઆત છે.  ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસીના દ્વારા વર્તમાનમાં લગભગ પાંચ લાખ ટિકિટ બુક કરવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CCTV વીડિયો - ઝગડીને કારમાંથી નીકળી મહિલા, ખેંચીને લઈ ગયો વાઘ, બચાવવા આવેલ સ્ત્રીનું મોત