Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈંડિયન મોટરસાઈકલ હવે ભારતમાં

ઈંડિયન મોટરસાઈકલ હવે ભારતમાં

ભીકા શર્મા

, સોમવાર, 3 ફેબ્રુઆરી 2014 (14:25 IST)
ઈંડિયન મોટરસાઈકલ નામ સાંભળીને લાગે છે કે આ એક ભારતીય મોટરસાઈકલ બ્રાંડ છે. પણ એવુ નથી, ઈંડિયન વિદેશી રસ્તાઓ પર દોડનારી શાનદાર સુપરબાઈક નિર્માતા કંપની છે. ફક્ત નામ તેનુ ઈંડિયન છે, પણ કંપની છે અમેરિકન. ઈંડિયન મોટરસાઈકલની સ્થાપના સન 1901માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી વિવિધ ઉતાર-ચઢાવ જોયા બાદ કંપનીએ ક્રૂજ બાઈક સેગ્મેંટમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર બાઈક્સ રજૂ કરી.

ભારતીય બજારમાં આ બ્રાંડને ઉતારવાની ચર્ચા ઘણા દિવસોથી થઈ રહી હતી. જે અનુસાર પોલારિસ ઈંડસ્ટ્રીઝે આ મોટરસાઈકલને ભારતમાં લોંચ કરી છે.
P.R


અમેરિકન બ્રાંડ ઈંડિયન મોટરસાઈકલે ભારતીય બજારમાં પોતાની ત્રણ નવી બાઈક્સ ચીફ ક્લાસિક, ચીફ ક્લાસિક વિંટેજ અને ચીફ્ટેનની લોચિંગ કરી છે.


કંપનીની આ ત્રણ સુપર ક્રૂજર બાઈક્સની કિમંતો પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ગ્રાહકોને આ ટૂંક સમયમાં જ મળી રહેશે. ઈંડિયન મોટરસાઈકલોને ભારતમાં હાલ સીબીયૂ રૂટ હેઠળ લાવવામાં આવી છે. જેની કિમંત 26.5 લાખ રૂપિયાથી 33 લાખ રૂપિયા જેટલી છે.

webdunia
P.R


ઈંડિયન ચીફ ક્લાસિકની કિમંત 26.5 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે કે ચીફ વિંટેજની કિમંત 29.5 લાખ રૂપિયા છે. બીજી બાજુ આ રેંજની સૌથી મોંઘી બાઈક ચીફટેનની કિમંત 33 લાખ રૂપિયા રાખવામાં આવી છે.


આ બધી ઈંડિયન મોટરસાઈકલોમાં 1811 સીસીનુ એયરકૂલ્ડ ફ્યૂલ ઈંજેક્ટેડ થંડર સ્ટ્રોક પેટ્રોલ એંજિન લગાડવામાં આવ્યુ છે. જે 139mmનો ટોર્ક આપે છે. જેના ફીચર્સ ખૂબ જ શાનદાર છે. આ બાઈક્સમાં લેધર સીટ, કી-લૈંસ સ્ટાર્ટ, ઈલેક્ટ્રોનિક વિંડ સ્ક્રીન, બ્લુટુથના ફોનને કનેક્ટ કરવા અને મ્યુઝિક સાંભળવા જેવી સુવિદ્યા આપવામાં આવી છે.

webdunia
P.R


શાનદાર અને હેવી બોડી ડિઝાઈનવાળી આ મોટરસાઈકલને લાંબુ અંતર કાપવાના હિસાબથી બનાવવામાં આવી છે. બાઈક્સની કિમંતો પ્રીમીયમ સેગમેંટમાં મુકવામાં આવી છે. આ બાઈક્સ હાલ ડેવિડસન અને ટ્રાયમ્ફ જેવી લકઝરી બ્રાંડ્સને સારો પડકાર આપી શકે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati