Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે પાસપોર્ટ લાઈસેંસ અને UPSC પરીક્ષા માટે ખિસ્સા પર ભાર વધશે !!

હવે પાસપોર્ટ લાઈસેંસ અને UPSC પરીક્ષા માટે ખિસ્સા પર ભાર વધશે !!
નવી દિલ્હી. , શુક્રવાર, 4 નવેમ્બર 2016 (10:53 IST)
ટૂંક સમયમાં જ તમને પાસપોર્ટ, લાઈસેંસ બનાવવુ, રજિસ્ટ્રેશન કરવવા, સરકારી પરીક્ષાઓ અને દરેક એ સેવા માટે વધુ ફી ચુકવવી પડશે જે  સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે.  નાણાકીય મંત્રાલયે મંત્રાલયો અને વિભાગોને યૂઝર ચાર્જ વધારવા માટે કહ્યુ છે. મંત્રાલયે પાસપોર્ટ ડિપાર્ટમેંટને આદેશ આપ્યો છે કે તેઓ પોતાની ફી વધારે જેથી સેવા પુરી પાડવામાં ખર્ચ થઈ રહેલ ખર્ચ રિકવર થઈ શકે. 
 
હાલમાં જ બજેટને લઈને ચર્ચા-વિચારણા શરૂ કરનાર નાણા મંત્રાલય ઈચ્‍છે છે કે, મંત્રાલય અને વિભાગો યુઝર ચાર્જ વધારી વર્તમાન પ્રોજેકટ પર ખર્ચને પુરા કરે. ઉદાહરણ તરીકે યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસ પરીક્ષા માટે હજુ પણ 100  રૂા. લેવામાં આવે છે. જ્‍યારે આ પરીક્ષાના આયોજનની કોસ્‍ટ ઘણા વર્ષોથી ઘણી વધી ગઈ છે.
 
રેલ્‍વેની કેટલીક સર્વિસીસ પર ભારે સબસીડી આપવામાં આવે છે. મોટા ભાગની અન્‍ય સર્વિસીસ માટે ચાર્જ સ્‍થીર છે અથવા તો તેમા મામૂલી વધારો કરવામાં આવ્‍યો છે. આ ઘટનાક્રમની માહિતી રાખનાર એક સરકારી અધિકારીએ કહ્યુ હતુ કે, ઓટોનોમસ ઓર્ગેનાઈઝેશનને આત્‍મવિર્ભરતા તરફ વધારવા જોઈએ. સરકાર ક્‍યાં સુધી સર્વિસીસ ઉપર સબસીડી આપતી રહેશે.
 
 પાસપોર્ટ માટે ફી છેલ્લે 2012માં 1000 રૂા.થી વધારી 1500 કરવામાં આવી હતી. મોટા ભાગના મામલાઓમાં કોસ્‍ટ અનુસાર ફી ઘણી ઓછી છે અને આના માટે સરકારે મોટી સબસીડી આપવી પડે છે. આ પહેલા પણ આ પ્રકારના નિર્દેશો અપાતા હતા પરંતુ કોઈ ફેરફાર થયો ન હતો પરંતુ હવે નાણામંત્રાલયે વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથે ખુદ વાત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આમ આદમીને માટે આવ્યા અચ્છે દિન, જરૂરી વસ્તુઓ પર No Tax