કેશ ક્રંચથી લોકોને છુટકારો અપાવવા માટે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટોની પ્રિટિંગ વધારી છે. આ સાથે જ બેંકે 2000 રૂપિયાની નવી નોટ પણ રજુ કરવા પર રોક લગાવી દીધી છે. આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનુ કહેવુછે કે સિસ્ટમમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયા 2000ના નોટ રહેલા છે. જે પૂરતા છે. 2000 રૂપિયાની લેવડ દેવડ કરવી એ લોકો માટે સહેલુ નથી. તેથી અમે 500 રૂપિયાની નોટો પ્રોડકશન વધારીને 2500-3000 કરોડ રૂપિયા કર્યુ છે જે ડિમાંગ કરતા વધુ છે. ભારતમાં લેવડદેવડ માટે 500, 200 અને 100 રૂપિયાની કરંસી સહેલાઈથી મળી રહે છે.
ડિમાંડ પૂરી કરવા માટે 500ના 3000 કરોડ છપાય રહ્યા છે
વધુ ડિમાંડ પુરી કરવા માટે 500 રૂપિયાની નોટમાં રોજ લગભગ 3000 કરોડ રૂપિયા છાપવામાં આવી રહ્યા છે. દેશમાં હવે કેશની સ્થિતિ પહેલા કરતા સારી છે. બીજી બાજુ વ્યાજ દરમાં તેજી આવવાની આશા પર ગર્ગે કહ્યુ કે ઈકોનોમીના ફંડામેંટર્લ હાલ એવા નથી કે વ્યાજ દરમાં વધારો કરવામાં આવે. આ સમય મોંઘવારીમાં પણ કોઈ બેમેલ વૃદ્ધિ નથી કે ઉત્પાદનમાં પણ વધુ ગ્રોથ આવી નથી.
ન્યૂઝ એજંસી પીટીઆઈ સાથે ગર્ગે કહ્યુ કે દેશમાં ગયા અઠવાડિયે કેશની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને 95 ટકા એટીએમ કરી રહ્યા હતા. કુલ મળીને કેશની સ્થિતિ દેશમાં પૂરતી છે. પર્યાપ્ત કેશ છે. જેની સપ્લાય થઈ રહી છે અને વધુ માંગ પણ પુરી થઈ રહી છે. હાલ દેશમં કેશની કોઈ મુશ્કેલી કે પરેશાની જેવી સ્થિતિ નથી.