સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ઍપ્સને ચાઇનીઝ ઍપ્સ નથી ગણાવવામાં આવી.
ભારત સરકારનું કહેવું છે કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતીય સંરક્ષણ, માટે જોખમ હોવાથી આ ઍપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારત સરકારે અગાઉ આ જ વર્ષે જૂન મહિનામાં ચીન સાથે જોડાયેલી 59 ઍપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો, જેમાં ટિકટૉક ઍપ પણ સામેલ હતી.
ચીનની 118 ઍપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે એક વખત ફરીથી લદ્દાખમાં એલએસી પર તણાવના સમાચાર આવી રહ્યા છે.
ભારતે ચીન પર આરોપ મૂક્યો છે કે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ પછી તણાવને દૂર કરવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા તેની વચ્ચે ચીને એક વખત ફરીથી એલએસીનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કર્યો છે, જેને નાકામયાબ કરી દેવામાં આવ્યો.
ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે મંગળવારે કહ્યું કે ચીને 29 અને 30 ઑગસ્ટની રાતે પેંગોંગ લૅકના સાઉથ બૅંક વિસ્તારમાં ભડકાવનારી સૈન્યપ્રવૃતિ કરીને યથાસ્થિતિને તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના બીજા દિવસે પણ આવી કાર્યવાહીને કામયાબ કરવામાં આવી.
જોકે ચીને આના નકારી કાઢતાં મંગળવારે ભારતને કહ્યું કે તે ઉકસાવનારી હરકતો બંધ કરે અને પોતાના તે સૈનિકોને પરત બોલાવે જેમણે ખોટી રીતે વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા એલએસીનું અતિક્રમણ કર્યું છે.
કઈ-કઈ ઍપ્સ પર મુકાયો પ્રતિબંધ
PUBG મોબાઇલ
PUBG મોબાઇલ લાઇટ
રાઇસ ઑફ કિંગ્ડમ
આર્ટ ઑફ કન્ક્વૅસ્ટ
ડૅંક ટૅન્ક્સ
વૉરપાથ
ગેમ ઑફ સુલ્તાન્સ
ગૅલેરી વૉલ્ટ
સ્માર્ટ ઍપલૉક
મૅસેજ લૉક
હાઇડ ઍપ
ઍપલૉક
ઍપલૉક લાઇટ
ડ્યુઅલ સ્પેસ
લુડો ઑલસ્ટાર
ઝેડ કૅમેરા
યુ-ડિક્ષનરી
મોબાઇલ લિજન્ડસ - પૉકેટ
વીપીએન ફૉર ટિકટૉક
બ્યુટી કૅમેરા પ્લસ
રુલ્સ ઑફ સર્વાઇવલ
APUS લૉન્ચર પ્રો
APUS લૉન્ચર
APUS સિક્યૉરિટી
APUS ટર્બો ક્લિનર 2020
APUS ફ્લૅશલાઇટ
Cut Cut
Baidu
Baidu ઍક્સપ્રેસ
ફેસ યૂ
શૅરસેવ બાય શાઓમી
કૅમકાર્ડ
કૅમકાર્ડ બિઝનેસ
કૅમકાર્ડ ફૉર સેલ્સફૉર્સ
કૅમ ઓસીઆર
ઇનનોટ
VooV મિટિંગ
સુપર ક્લીન
વીચેટ રિડિંગ
ગવર્મૅન્ટ વીચેટ
સ્મોલ ક્યૂ બ્રશ
ટૅન્સન્ટ વ્યૂન
Pitu
વીચેટ વર્ક
સાયબર હન્ટર
સાયબર હન્ટર લાઇટ
નાઇવ્સ આઉટ
સુપર મેકા ચૅમ્પિયન્સ
લાઇફ આફ્ટર
ડૉન ઑફ આઇલ્સ
લુડો વર્લ્ડ-લુડો સુપરસ્ટાર
ચેસ રશ