Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GST Rate List ? જાણો કંઈ વસ્તુઓ અને સેવાઓ પર લાગશે કેટલો ટેક્સ, જુઓ આખુ લિસ્ટ

GST Rate List ? જાણો કંઈ વસ્તુઓ અને સેવાઓ પર લાગશે કેટલો ટેક્સ, જુઓ આખુ લિસ્ટ
, શુક્રવાર, 30 જૂન 2017 (14:37 IST)
વસ્તુ અને સેવા કર(જીએસટી) શુક્રવાર (30 જૂન)ની રાત્રે 12 વાગ્યે જમ્મુ કાશ્મીરને છોડીને આખા દેશમાં લાગૂ કરવામાં આવશે. આઝદ ભારતના સૌથી મોટો કર સુધાર બતાવવામાં આવી રહ્યો છે.  જીએસટીને સંસદના વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી લોકસભા સ્પીકર સુમિત્રામહાજન અને નાણાકીય મંત્રી અરુણ જેટલી હાજર રહેશે. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીજેપી અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. 
 
નરેન્દ્ર મોદી સરકારે અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, રતન ટાટા જેવી હસ્તીયો પણ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવી છે. બીજી બાજુ જદયૂને છોડીને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનુ એલાન કર્યુ છે. 
 
શુ છે જીએસટી ?  ભારતમાં સામાન્ય નાગરિકો પર બે પ્રકારનો ટેક્સ લાગે છે. પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર. ઈંકમટેક્ષ અને કોર્પોરેટ ટેક્સ વગેરે પ્રત્યક્ષ કર છે.   વેચાણ કર અને સેવા કર વગેરે અપ્રત્યક્ષ કર છે.  સંવિધાનમાં 122માં સંશોધન ખરડા દ્વારા દેશમાં લાગનારા બધા અપ્રત્યક્ષ કરને બદલે એક જુલાઈ 2017થી ફ્કત એક ટેક્સ વસ્તુ અને સેવા કર લગાવવામાં આવશે.  દુનિયાના 150થી વધુ દેશોમાં આવી જ કર વ્યવસ્થા લાગૂ છે. 
 
જીએસટી પર કંઈ વસ્તુઓ પર લાગશે કેટલો ટેક્સ ? જીએસટી પરિષદે બધી વસ્તુઓ અને સેવાઓને ચાર ટેક્સ સ્લેબ (પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકામાં વિભાજીત કર્યો છે. જીએસટી પરિષદે 12011 વસ્તુઓને આ ચાર વર્ગોમાં મુકી છે. સામાન્ય જનત્રા માટે ઉપયોગી લગભગ 80 વસ્તુઓ પર શૂન્ય ટેક્સ લાગશે.  સિગરેટ, દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદો (પેટ્રોલ ડીઝલ કેરોસીન અને એલપીજી)ને અત્યાર સુધી જીએસટીની બહાર મુકવામાં આવ્યા છે. 
 
 
આ વસ્તુઓ પર કોઈ ટેક્સ નહી લાગે - જૂટ, તાજુ મીટ, માછલી, ચિકન, ઈંડા, દૂધ, છાશ, દહી, પ્રાકૃતિક મધ, તાજા ફળ, શાકભાજી લોટ, બેસન, બ્રેડ, પ્રસાદ, મીઠુ, બિંદી સિંદૂર, સ્ટેંમ્પ પેપર, છાપેલુ પુસ્તક, છાપુ, બંગડીઓ, હેંડલૂમ, અનાજ, કાજલ, બાળકોની ડ્રોઈંગ, કલર બુક વગેરે.. એક હજાર રૂપિયાથી ઓછી કિમંતવાળા હોટલ અને લૉજ વગેરે... 
 
 
પાંચ ટકા ટેક્સ - પેક્ડ ફુડ, 500 રૂપિયાથી ઓછા મૂલ્યના જૂતા-ચપ્પલ, મિલ્ક પાવડર, બ્રાંડેદ પનીર, કોફી ચા, મસાલા, પિઝ્ઝાબ્રેડ, સાબૂદાણા, કોલસા, દવાઓ કાજૂ કિસમિસ, બરફ, બાયોગેસ, ઈંસૂલીન, પતંગ, ટપાલ ટિકિટ વગેરે. રેલવે, વિમાન, નાના રેસ્ટોરેંટ વગેરે.. 
 
12 ટકા ટેક્સ - એક હજાર રૂપિયાથી ઉપરના વસ્ત્રો, માખણ, ચીઝ, ઘી, સોસેજ, દંત મંજન, સેલફોન, કેચઅપ, ચમચી,  કાંટા,  ચશ્મા, પત્તા, કેરમ બોર્ડ, છત્રી, આયુર્વૈદિક દવાઓ, સિલાઈ મશીન, મીઠુ, ભુજિયા વગેરે.. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી લોટરીઓ, નોન એસી હોટલ, બિઝનેસ ક્લાસ એયર ટિકિટ, ખાદ્ય વગેરે.. 
 
18 ટકા ટેક્સ - સૌથી વધુ વસ્તુઓ આ વર્ગમાં મુકવામાં આવી છે.  500 રૂપિયાથી વધુના જૂતા-ચપ્પલ, સોફ્ટવેયર, બીડીનુ પાન, બધા પ્રકારના બિસ્કિટ, પાસ્તા, કોર્નફ્લેક્સ, મિનરલ વોટર, એનવેલપ, નોટબુક, સ્ટીલનો સામાન, કૈમરા, સ્પીકર, મૉનિટર, કાજલ પેંસિલ, એલુમિનિયમ ફૉયલ વગેરે. દારૂ પીરસનારા એસી હોટલ, ટેલીકોમ સેવાઓ, આઈટી સેવાઓ, બ્રાંડેડ કપડાં નાણાકીય સેવાઓ વગેરે.. 
 
28 ટકા ટેક્સ - બીડી, ચૂઈંગ ગમ, વગેરે કોકોઆવાળા ચોકલેટ, પાન મસાલા, પેંટ ડિયોડ્રેંટ, શેવિંગ ક્રીમ, શેમ્પૂ, વોશિંગ મશીન, ઓટોમોબાઈલ્સ, મોટરસાઈકલ વગેરે.. રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ લોટરીઓ, 7500 રૂપિયાથી વધુ કિમંતવાળા હોટલ ફાઈવ સ્ટાર હોટલ, રેસ ક્લબ વેટિંગ, સિનેમા વગેરે..  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GST થી થયું આ સસ્તું, હવે પૈસા બચશે