Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત: સી-પ્લેનમાં કેવડિયાનું ૪૮૦૦ રૂપિયા, ફ્લાઇટમાં દિલ્હી જવાનું ભાડું ૨૫૦૦...!

ગુજરાત: સી-પ્લેનમાં કેવડિયાનું ૪૮૦૦ રૂપિયા, ફ્લાઇટમાં દિલ્હી જવાનું ભાડું ૨૫૦૦...!
, બુધવાર, 28 ઑક્ટોબર 2020 (11:38 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સી-પ્લેનનું અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયાની ઉડાન માટે ઉદઘાટન કરનાર છે. તે સી પ્લેનનું અમદાવાદથી કેવડિયાનું ભાડું ૪૮૦૦ હોવાથી લોકોમાં મિશ્ર અસર પડી રહી છે. અહીં આવનાર મુસાફરો કરી  રહ્યા છે કે અહીંથી કેવડિયામાં સી-પ્લેનનું ભાડું ખૂબ વધુ છે. તો બીજી તરફ કેટલાક ઉત્સાહી મુસાફરોને આ યોગ્ય લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઇ અને અમદાવાદથી દિલ્હી ફ્લાઇટનું ભાડું ૨૫૦૦ રૂપિયા છે. 
 
મળતી માહિતી અનુસાર સી-પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું છે. દેશના પ્રથમ સી-પ્લેન માટે અહીં વોટર એરોડ્રામનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના માટે અહીં બે માળની કાચની ઓફિસ તૈયાર કરવામાં આવી છે. આ સી પ્લેનમાં મુસાફરો ઉપરાંત 6 ક્રૂ મેમ્બર્સ પણ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરના રોજ તેનું ઉદઘાટન કરવાની સાથે જ તેમાં કેવડિયા આવશે. 
 
અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનો વજન ૩૩૭૭ કિલોગ્રામ છે. ૧૪૧૯ લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, મહત્તમ ૫૬૭૦ કિ.ગ્રા. વજન સાથે ઉડી શકે છે. સી-પ્લેન ૧૫.૭૭ મિટર (૫૧ ફુટ) લાંબુ અને ૫.૯૪ મીટર (૧૯ ફુટ) ઉંચું છે.  
 
કેપ્ટન અજય ચૌહાણના જણાવ્યા મુજબ સી પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇન વાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક ૨૭૨ કિ.ગ્રા. બળતણની ખપત થાય છે.
 
સી-પ્લેનની ડાબી બાજુ ૧.૨૭ * ૧.૪૫ મીટરનો દરવાજો આવેલો છે. સી-પ્લેન ૧૯ પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદા પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે આથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાયલોટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી રહે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર કોંગ્રેસી કાર્યકાર આખરે ઝડપાયો