Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો, શુ ભારતમાં પણ સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ ?

કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો, શુ ભારતમાં પણ સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ  ?
, મંગળવાર, 21 એપ્રિલ 2020 (10:48 IST)
કોરોનાના મારને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. યુ.એસ. માં, કાચા તેલની કિંમત પાણીની બોટલ કરતા ઓછી એટલે કે લિટર દીઠ માત્ર 7 પૈસાની આસપાસ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ ક્રૂડ તેલની કિંમત ઓછી થતા થતા  લગભગ શૂન્ય પર પહોંચી ગઈ છે, પરંતુ તેનો મતલબ એ નથી કે ભારતમાં તેલ મફત મળવા લાગશે.
 
તેને આ રીતે સમજો, વર્ષના શરૂઆતમાં ક્રૂડ તેલ પ્રતિ બેરલ $ 67  ડોલર હતું, એટલે કે લિટર દીઠ રૂ 30.08 હતુ  બીજી બાજુ જ્યારે 12 માર્ચે ભારતમાં કોરોનાનો મામલો શરૂ થયો, ત્યારે ક્રૂડ તેલની કિંમત  38 ડોલર પ્રતિ બેરલ  એટલે કે 17.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ. તે જ સમયે, 1 એપ્રિલે ક્રૂડ તેલનો ભાવ બેરલ દીઠ 23 ડોલ્ર એટલે કે 11 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો.
 
તેમ છતા 1 એપ્રિલે દિલ્હીમાં પેટ્રોલની બેઝ પ્રાઈઝ 27 રૂપિયા 96 પૈસા નક્કી કરવામાં આવ્યો હાતો.  . જેમાં 22 રૂપિયા 98 પૈસાની એક્સાઈઝ ડ્યુટી લગાવાઈ હતી.  3 રૂપિયા 55 પૈસા વેપારીનું કમિશન ઉમેરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 14 રૂપિયા 79 પૈસાના વેટ પણ ઉમેરવામાં આવ્યો. . હવે એક લિટર પેટ્રોલની કિંમત 69 રૂપિયા 28 પૈસા થઈ ગઈ. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ સસ્તું થવા છતાં, તમને પેટ્રોલની કિમંત વધુ ચૂકવવી પડે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona India Updates- દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 18,601 થઈ, અત્યાર સુધીમાં 590 લોકોની મોત થઈ છે