Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેહિસાબ ધન જમા કરનારા પર 50 ટકા ટેક્સ લાગશે અને ચાર વર્ષ માટે એકાઉંટ લોક થઈ જશે

બેહિસાબ ધન જમા કરનારા પર 50 ટકા ટેક્સ લાગશે અને ચાર વર્ષ માટે એકાઉંટ લોક થઈ જશે
નવી દિલ્હી. , શનિવાર, 26 નવેમ્બર 2016 (11:44 IST)
સરકાર સંસદન વર્તમાન સત્રમાં ટેક્ષ કાયદામાં સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે. જેના હેઠળ નોટબંધી પછી 30 ડિસેમ્બર સુધી જાહેર બેહિસાબ જમા બેંક રાશિ પર ન્યૂનતમ 50 ટકા કર લાગી શકે છે. આ ઉપરાંત બાકી રકમના અડધાના નિકાસી પર ચાર વર્ષની રોક લાગી જશે. 
 
જો કે જો કરદાતા સ્વચ્છાથી બિહિસાબ રકમની જાહેરાત નહી કરે તો ઉચ્ચ દરથી 90 ટકા ટેક્ષ લાગશે. 
 
મંત્રીમંડળે શુક્રવારે રાત્રે આવક કાયદામાં સંશોધન કરવાની મંજૂરી આપી છે. જેના  હેઠળ જૂના 500 અને 1000 રૂપિયાના નોટ નિર્ધારિત સીમાથી વધુ જમા કરવા વિશે જો ઈંકમટેક્ષ અધિકારીઓ સમક્ષ જાહેરાત કરી તો તેમના પર 50 ટકા કર લાગી શકે છે. 
 
ઈંકમટેક્ષ અધિકારીઓએ  10 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે 2.5 લાખ રૂપિયાથી વધુ બેહિસાબ જમા પર કર અને તેના પર 200 ટકા દંડ લગાવવાની વાત કરી હતી. પછી એ પણ અનુભવાયુ છે કે આ પ્રકારની વાતો પાછળ કોઈ કાયદાકીય આધાર નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતો અને ગરીબો માટે વ્યવસ્થા કરો નહીં તો 48 કલાકમાં ઉગ્ર આંદોલન : અલ્પેશ ઠાકોર