Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 એવા દેશ જ્યા કરોડોની કમાણી પર પણ નથી ભરવો પડતો 1 રૂ. નો પણ TAX

10 એવા દેશ જ્યા કરોડોની કમાણી પર પણ નથી ભરવો પડતો 1 રૂ. નો પણ TAX
નવી દિલ્હી , બુધવાર, 13 મે 2015 (13:07 IST)
બ્લેકમની પર સરકાર તરફથી રજુ એક તાજી રિપોર્ટ મુજબ 2013-14 દરમિયાન દેશ અને વિદેશમાં 7800 કરોડ રૂપિયાની બ્લેકમનીની જાણ થઈ છે. એફઆઈયુ એ દેશની આર્થિક ચેનલોમાં સૌથી વધુ શંકાસ્પદ ટ્રાંજેક્શન મેળવ્યા છે. હવે સવાલ 
એ ઉઠે છે કે છેવટે કાળા નાણું વિદેશોમાં જ કેમ જમા થાય છે. વાત એમ છે કે કાળા નાણા પર કોઈ પણ સરકાર ટેક્સ નથી લગાવી શકતી. સરકારને આવા ધનની માહિતી જ નથી હોતી. ભારત જેવા દેશમાં ઈનકમ ટેક્સ સરકારની આવકનું એક મોટુ સાધન છે. બીજી બાજુ દુનિયાના અનેક એવા દેશ છે જ્યા લોકોને ઈનક્મ ટેક્સ ભરવો નથી પડતો. આ દેશ ટેક્સ હેવેન કંટ્રીના નામથી ઓળખાય છે. આ દેશો વિશે સાંભળીને આવકવેરો ભરવાની પરેશાનીનો સામનો કરી રહેલ આમ આદમી જરૂર એકવાર કલ્પના કરશે કે કાશ એ પણ આ ટેક્સ હેવેન કંટ્રીમાં રહેતો હોત. 
 
આવો જાણીએ કે આ દેશો વિશે જ્યા કરોડો રૂપિયાની સેલેરી કે કમાણી કરવા છતા પણ 1 રૂપિયાનો પણ ટેક્સ ભરવો પડતો નથી 
1. સંયુક્ત અરબ અમીરાત - અહી વ્યક્તિગત આવકને અનુમાનિત નથી કરી શકાતી. પ્રવાસી ઈમ્પલોઈ યુએઈના સોશિયલ ઈંશ્યોરેંસમાં કોઈ ફાળો નથી આપતુ. યુએઈના નાગરિક માસિક સામાજીક સુરક્ષા પેંશનમાં 12.5 ટકા ઈમ્પ્લાઈની બેસિક સેલેરી અને અલાઉંસ (ખાનગી ક્ષેત્રના કર્મચારી) અને 15 ટકા ભાગ સરકારી કર્મચારીના વેતન અને એલાઉંસથી જમા કરવામાં આવે છે. કર્મચારીએ પોતાન કુલ માસિક પારિશ્રમિકના પાંચ ટકા જ ફાળો આપવાનો હોય છે. અહી વિદેશી બેંક અને વિદેશી તેલ કંપનીઓના કેપિટલ ગેન ઈનકમ પર સાધારણ બિઝનેસ ટેક્સ જ લગાવવામાં આવે છે. 
webdunia

2. કતાર - કતરના સ્થાનીક કર્મચારીઓ માટે સામાજીક સુરક્ષા ચાર્જ પાંચ ટકાના દરથી લાગે છે અને સ્થાનીક રહેવાસીઓ માટે 10 ટકા લાગે છે પણ અહી કોઈપણ વ્યક્તિ કે કર્મચારી પર આવક ડિવિડંડ કેપિટલ ગેન્સ અને ધન કે સંપત્તિના ટ્રાંસફર પર કોઈ ટેક્સ નથી. 


3. ઓમાન - ઓમાન એક તેલ ઉત્પાદક દેશ છે. અહી કોઈ પણ વ્યક્તિની આવક પર કોઈ ટેક્સ નથી લાગતો. આ દેશ પણ ટેક્સ હેવેન દેશોની શ્રેણીમાં સમાવેશ છે. 
webdunia
4. કુવૈત - અહીના ટેક્સના કાયદા મુજબ દરેક નાગરિકને આવકવેરાથી મુક્તિ મળેલી છે.  જો કે સામાજીક સુરક્ષામાં ફાળો આપવો  સરકારી અને ખાનગી કર્મચારીઓ ઉપરાંત દરેક નાગરિક માટે પણ અનિવાર્ય છે.  
webdunia
5. કૈમેન આઈલેંડ - કૈમેન આઈલેંડમાં એક એવો દેશ છે જ્યા ન તો કોઈને પર્સનલ ઈનકમ ટેક્સ આપવાનો હોય છે ન તો સામાજીક સુરક્ષા માટે ફંડમાં યોગદાન. જો કે અહીના નેશનલ પેંશન લૉ મુજબ દરેક એમ્પ્લોયરે પોતાના કર્મચારી માટે એક પેંશન સ્કીમ ચલાવવાની હોય છે. જેમા તે પ્રવાસીનો પણ સમાવેશ છે જે સતત નવ મહિનાથી અહીં કામ કરી રહ્યા છે. 
webdunia

6. બહેરીન - બહેરીનમાં કોઈ ઈનકમ ટેક્સ નથી આપવાનો હોતો. સોશિયલ ઈંશ્યોરેંસ અને ઈમ્પ્લાયમેંટ ટેક્સ જરૂર આપવાનો હોય છે. બહેરીનના નાગરિકોને સોશિયલ ઈંશ્યોરેંસ ટેક્સ પોતાની કુલ આવકના સાત ટકા આપવાનો હોય છે. બહેરીનમાં નિયોક્તાએ પોતાના કર્મચારીઓ માટે સામાજીક સુરક્ષા કર 12 ટકાની દરે જમા કરવાનો હોય છે. 
webdunia

7. બરમૂડા - આ નાનકડા દેશમાં પણ કોઈ પર્સનલ ઈનકમ ટેક્સ નથી આપવાનો હોતો.  એમ્પ્લોયર દ્વારા એક પે-રોલ ટેક્સ 14 ટકા દરથી આપવાનો હોય છે. સરકાર પે-રોલ ટેક્સનો એક ભાગ 5.25 ટકાના દરથી એમ્પોલોયરની સહમતિથી કર્મચારીની વસૂલી કરી શકે છે. 
webdunia
8. બહમાસ - બહમાસમાં પણ કોઈ ઈનકમ ટેક્સ નથી. આ કેપિટલ ગેન, ઉત્તરાધિકાર કે ગિફ્ટ ટેક્સ પણ નથી આપવો પડતો. અહી રિયલ એસ્ટેટ એક્ઝીવિશન ટેક્સ(સ્ટાંપ ડ્યુટી) અને હોલ્ડિંગ ટેક્સ (રિયલ પ્રોપર્ટી ટેક્સ)લાગૂ છે. 
webdunia
9. સઉદી અરબ - સઉદી અરબમાં પગાર પર કોઈ ટેક્સ નથી. જો કે ખુદના વ્યવસાય કરનારા પ્રવાસીઓ પર 20 ટકા ટેક્સ લાગે છે. અહી કોઈ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો અન્ય ટેક્સ લાગૂ નથી. 
webdunia

10. બ્રુનઈ દારુસ્સલામ - બ્રુનઈ દારુસ્સલામમાં કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ઈંકમ ટેક્સ આપવાનો નથી હોતો. અહી એક એમ્પ્લોઈ ટ્રસ્ટ ફંડ અને સપ્લિમેંટલ કંટ્રીબ્યુટરી પેંશન સ્કીમ છે. અહી અન્ય કોઈ ઈંડિવિઝુઅલ ટેક્સ નથી.  
 

Share this Story:

Follow Webdunia gujarati