Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી 6 નિયમોમાં મોટા ફેરફાર, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે મોટો બોજ

This rule will change from February 1
, ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (13:32 IST)
This rule will change from February 1
- આ મહિનામાં 6 મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે
- બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશો
- ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી
- 31 જાન્યુઆરી, 2024 સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટ
 
દર મહિનાની શરૂઆતમા સરકાર અનેક નિયમો  (Rules Change From 1st February 2024) મા ફેરફાર કરી શકે છે.  જાન્યુઆરી મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે બાદ ફેબ્રુઆરી મહિનો શરૂ થશે. આ મહિનામાં 6 મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ બાકી હોય તો તેને આ મહિનાના અંત પહેલા પૂર્ણ કરો, નહીં તો તમારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડશે.
 
આઈએમપીએસના બદલાય રહ્યા છે નિયમ 
 
RBIએ સામાન્ય લોકોને મોટી રાહત આપતા ફેરફાર કર્યો છે. હવે તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વગર તમારા બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશો. ગયા વર્ષે NPCIએ 31 ઓક્ટોબરે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
 
ફાસ્ટૈગ KYC
 
અત્યાર સુધી જે લોકોએ FASTags કેવાઈસીનુ કામ પુરૂ નથી કર્યુ. તેના FASTagsને બેન કે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી નક્કી કરી છે.
 
એનપીએસના નિયમમાં ફેરફાર 
 
12 જાન્યુઆરી, 2024 ના રોજ, PFRDA એ NPS આંશિક ઉપાડ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જે 1લી ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે NPS ખાતાધારકના વ્યક્તિગત પેન્શન ખાતામાંથી એમ્પ્લોયરના યોગદાનને બાદ કરતા 25% સુધીની રકમ ઉપાડી શકાય છે. આ માટે તમારે પહેલા અરજી કરવાની રહેશે. જે બાદ સરકારી નોડલ ઓફિસ રીસીવરને નોમિનેટ કરે છે. ચકાસણી બાદ આંશિક ઉપાડ કરી શકાય છે.
 
એસબીઆઈ હોમ લોન 
 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે. જેમાં હોમ લોન પર 65 bps સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે 31 જાન્યુઆરી, 2024 સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટ મેળવી શકો છો.
 
પંજાબ અને સિંઘ વિશેષ FD
 
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા સંચાલિત 'ધન લક્ષ્મી 444 ડેઝ' નામની FDનો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી મેળવી શકાય છે.


Edited by - kalyani deshmukh 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget Session Live- 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનુ લક્ષ્ય મેળવીશુ - રાજનાથ સિંહ