Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે જ દિવસમાં સિંગતેલના ભાવ ડબે રૂ.150 વધી ગયા, ફરી 3 હજારને પાર

groundnut oil
, બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (12:14 IST)
સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં સિંગતેલના ડબાનો ભાવ રૂ.150 વધી જવા સાથે ફરી એકવાર રૂ.3 હજારને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સિંગતેલના નવા ડબાનો ભાવ રૂ.100-150 વધ્યો છે. ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટી વધારવા ઓઈલ મિલોની માંગ છે. આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો, માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડની શક્યતા જેવા પરિબળોને લીધે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્ય તેલોની સરખામણીએ સિંગતેલના ડબાનો ભાવ રૂ.1 હજાર જેટલો વધુ છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે જે ગતવર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે.

ઓઇલ મિલરોનું કહેવું છે કે નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવાલી પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે. જોકે, અન્ય ખાદ્ય તેલોને ધ્યાનમાં લેતા ભાવ ફરક વધી ગયો હોવાથી હવે ઝડપી તેજી જણાતી નથી છતાં ઉપરમાં 3200-3300નો ભાવ થાય તો નવાઇ નહીં. મગફળીનો ભાવ સિઝનની શરૂમાં મણ દીઠ રૂ.1200 આસપાસ રહ્યો હતો જે વધીને અત્યારે રૂ.1500-1600 બોલાવા લાગ્યો છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુનીયર ક્લાર્કની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રો અને O.M.Rના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ