Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશે

આજથી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશે
, ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (11:11 IST)
રાજ્યના મીઠાઇ  ઉત્પાદકોએ તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી આઉટલેટ ઉપર વેચાણ માટે રાખવામાં આવેલી નોન પેકેજ્ડ કે લુઝ મીઠાઇ ના કન્ટેનર/ટ્રે ની ઉપર જે તે પ્રોડક્ટની ``Best Before Date’’ ફરજીયાતપણે દર્શાવવાની રહેશે.
 
પરંપરાગત રીતે બનતી દુધની મીઠાઇની સલામતી માટે FSSAI  દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં અલગ-અલગ પ્રકારની મીઠાઇઓની સેલ્ફ લાઇફ દર્શાવવામાં આવી છે. જે FSSAIની વેબસાઇટની www.fssai.gov.in પર ઉપલબ્ધ છે. FSSAIના આદેશ અનુસાર ફુડ બીઝનેસ ઓપરેટર્સએ ખાદ્ય ચીજ વસ્તુના પ્રકાર તથા સ્થાનીક પરિસ્થિતિને આધારે ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ નક્કી કરીને ફરજિયાત દર્શાવવાની રહેશે. 
 
આઉટલેટ ઉપર વેચાણ માટે રાખેલા નોન પેકેજ્ડ/લૂઝ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ફુડ બિઝનેસ ઓપરેટર ‘‘ડેટ ઓફ મેન્યુફેક્ચરીંગ’’ પણ દર્શાવી શકશે જે મરજિયાત અને અબાધિત છે. પરંતુ ‘‘બેસ્ટ બીફોર ડેટ’’ ફરજિયાત લખવાની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ-૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત વ્યક્તિઓને મતદાન માટે મળશે આ સુવિદ્યા