Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

સુરત એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે ફ્લાઇટ લપસી, 47 મુસાફરોનો આબાદ બચાવ

surat bhopal flight
, સોમવાર, 1 જુલાઈ 2019 (12:12 IST)
ભોપાલથી સુરત આવી રહેલી ફ્લાઇટ સુરત એરપોર્ટનાં રન વે પર ઉતરીને લપસીને બહાર જતી રહી હતી. જેના કારણે 47 મુસાફરો, બે પાયલોટ અને ચાર ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો. આ બાદ રનવેને બંધ કરી દેવાયો હતો. ત્રણથી વધુ ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ હતી. એરપોર્ટ આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો. એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયા હતા જેને કારણે ફ્લાઇટના સ્કીડની આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી. પરંતુ અચાનક મુસાફરોને ઝટકો લાગતાં મુસાફરોએ ફ્લાઇટમાં બૂમાબૂમ કરી દીધી હતી.
webdunia

આ આકસ્મિક ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ રન વે એક કલાક માટે બંધ કરી દીધો હતો અને બીજી ફલાઈટોને અન્ય શહેરો તરફ વાળી હતી. મોડી સાંજ પછી સુરતમાં વરસાદ પડી રહ્યો છે અને વેસુ વિસ્તારમાં એરપોર્ટ નજીક ભારે વરસાદ હોવાને કારણે ફ્લાઇટ રન-વે પરથી લપસી ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રાનું ગ્રાન્ડ રિહર્સલ: સરસપુર અને જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું