Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SpiceJet VIDEO: અચાનક નીકળવા લાગ્યા ધુમાડો, 5,000 ફૂટ ઊંચે આકાશમાં શ્વાસ લેવામાં તકલીફ, લોકોના જીવ અદ્ધર

SpiceJet VIDEO: અચાનક નીકળવા લાગ્યા ધુમાડો, 5,000  ફૂટ ઊંચે આકાશમાં  શ્વાસ લેવામાં તકલીફ,  લોકોના જીવ અદ્ધર
નવી દિલ્હી: , શનિવાર, 2 જુલાઈ 2022 (12:20 IST)
સ્પાઈસ જેટના એક વિમાનમાં તેની ઉડાન દરમિયાન ધુમાડો જોતા જ ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીથી જબલપુર જઈ રહેલું પ્લેન તે સમયે 5000 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે પ્લેનના ક્રૂએ કેબિનમાંથી ધુમાડો નીકળતો જોયો. ફ્લાઈટની અંદરથી લેવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સીટિંગ એરિયામાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.  
 
એજન્સી ANI અનુસાર, આજે સવારે દિલ્હીથી જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ પ્લેનનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
 
સ્પાઈસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાનને સલામત રીતે દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. પ્લેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.
 
નવી દિલ્હી: સ્પાઈસ જેટના એક વિમાનમાં તેની ઉડાન દરમિયાન ધુમાડો જોતા જ ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીથી જબલપુર જઈ રહેલું પ્લેન તે સમયે 5000 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે પ્લેનના ક્રૂએ કેબિનમાંથી ધુમાડો નીકળતો જોયો. ફ્લાઈટની અંદરથી લેવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સીટિંગ એરિયામાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharashtra: ઉદયપુર હત્યાકાંડના એક અઠવાડિયા પહેલા મહારાષ્ટ્રમાં નુપુર શર્માના સમર્થકની પણ હત્યા કરવામાં આવી હતી, પોલીસ તપાસમાં ઉભી થઈ શંકા