Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે લાભપાંચમ નિમિત્તે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો

આજે લાભપાંચમ નિમિત્તે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો
, બુધવાર, 25 ઑક્ટોબર 2017 (11:20 IST)
બેન્કીંગ શેર્સમાં જોરદાર ખરીદી. આજે શરૂઆતમાં જ બેન્કીંગ શેરોએ જોરદાર દેખાવ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક, બરોડા બેંક, યુનિયન બેંક સહિતની બેંકોના શેર ઉછળ્યા હતા. સુસ્ત અર્થવ્યવસ્થાની સ્થિતિ બદલવા માટે કેન્દ્ર સરકારે તૈયાર કરેલા નવા રોડમેપનું શેરબજારે જોરદાર સ્વાગત કર્યુ છે. કારોબારી હપ્તાના ત્રીજા દિવસે શેરબજાર રેકોર્ડ સ્તર ઉપર ખુલ્યુ હતુ. નીફટીએ 113  પોઇન્ટના ઉછાળા સાથે શરૂઆત કરી હતી તો સેન્સેકસમાં પણ જોરદાર ઉછાળો આવ્યો હતો. સેન્સેકસ 460 પોઇન્ટ અપ સાથે નવા સ્તરે પહોંચ્યો હતો. આજે નીફટી પહેલીવાર 10304ના સ્તરે ખુલ્યો હતો તો સેન્સેકસે પણ 33064ના આંકડાને સ્પર્શ કર્યો હતો.
 
   આજે શરૂઆતમાં જ બેન્કીંગ શેરોએ જોરદાર દેખાવ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક, બરોડા બેંક, યુનિયન બેંક સહિતની બેંકોના શેર ઉછળ્યા હતા. સ્મોલકેપ અને મીડકેપમાં પણ તેજી જોવા મળી છે. પીએસયુ બેંક ઇન્ડેકસ 21 ટકા અપ થયો છે. પીએનબી અને એસબીઆઇના શેર વર્ષના ઉંચા સ્તર ઉપર છે. પીએનબી 193 અને એસબીઆઇ 316 ઉપર પહોંચ્યો છે. સરકારે જાહેર ક્ષેત્રની બેંકોની હાલત સુધારવા માટે બેંકોને 2.11   લાખ કરોડ આપવાની જાહેરાત કરી હતી. જેનાથી બેન્કીંગ શેરો ઉછળ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે તમામ એશિયાઈ બજાર વધારાની સાથે કારોબાર કરી રહ્યાં છે. જાપાનનું નિક્કેઈ 0.22ના વધારાના સ્તર સાથે 21853ના સ્તર પર, ચીનનું શાંધાઈ 0.12 ટકાના વધારા સાથે 3392ના સ્તર પર, હેંગસૈંગ 0.82ના વધારાી સાથે 28385ના સ્તર પર અને કોરિયાઈનું કોસ્પી 0.14 ટકાના વધારા સાથે 2494ના સ્તર પર કારોબાર કરી રહ્યુ છે. તો મંગળવારે ગત સત્રમાં અમેરિકી બજારમાં તેજીની સાથે કારોબાર કર બંધ થયો હતો. પ્રમુખ સૂચકાંડ ડાઓ જોન્સ 0.72 ટકાના વધારા સાથે 23441ના સ્તર પર, એસએન્ડપી500 0.16ના વધારાની સાથે 2569ના સ્તર પર અને નૈસ્કેડ 0.18 ટકાના વધારાની સાથે 6598ના સ્તર પર કારોબાર કર બંધ થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO - આ જગ્યાએ સોના ચાંદી ગટરમાં વહે છે... જુઓ વીડિયો