Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેર બજારમાં હાહાકાર, સેંસેક્સ 900 અંક ગબડ્યુ અને નિફ્ટે 11550 ની નીચે

શેર બજારમાં હાહાકાર, સેંસેક્સ 900 અંક ગબડ્યુ અને નિફ્ટે 11550 ની નીચે
નવી દિલ્હી. , સોમવાર, 8 જુલાઈ 2019 (15:48 IST)
શેર બજારમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેંસેક્સ આજે 900 અંક એટલે કે 2.29 ટકા ગબડીને 38608 પર અને નિફ્ટી 269 અંક એટલે કે 2.28 ટકા ઘટીને 11541 પર વેપાર કરી રહ્યો છે.  વેપારની શરૂઆતમાં આજે સેંસેક્સ 371 અંક એટલે કે 0.94 ટકા ગબડીને 39141.83 પર અને નિફ્ટી 122.20 અંક એટલે કે 1.03 ટકા ગબડીને 11,688.95 પર ખુલ્યો. આ અઠવાડિયે રોકાણકારોની નજર ઔધોગિક ઉત્પાદન અને છુટક મોંઘવારીના આંકડા પર રહેશે. મે ના ઔઘોગિક ઉત્પાદન અને જૂનની છુટક મોંઘવારીના આંકડા 12 જુલાઈના રોજ રજુ થવાના છે.  આ ઉપરાંત તે માનસૂનની પ્રગતિ પર પણ નજર રાખશે. 
 
સ્મોલ મિડકિઅપ શેરમાં ઘટાડો 
 
આજના વેપારમાં દિગ્ગ્જ શેયર સાથે સ્મૉલકૈપ અને મિડકૈપ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  બીએસઈના સ્મૉલકૈપ ઈંડેક્સ 2.59 ટકા અને મિડકૈપ ઈંડેક્સ 2.10 ટકા ગબડીને વેપાર કરી રહ્યો છે. 
 
બંકિંગ શેયરમાં ઘટાડો 
 
બેંક, મેટલ, ફાર્મા, ઓટો અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  નિફ્ટીના ઑટો ઈંડેક્સમાં 3.16 ટકા, બેંક નિફ્ટી 2.62 ટકા, ફાર્મા ઈંડેક્સમાં 1.29 ટકા, મેટલ ઈંડેક્સમાં 1.81 ટકાનો ઘટાદો નોંધવામાં આવ્યો છે. 
 
ઘટાડાના કારણ 
 
- બજેટના કેટલાક પ્રસ્તાવથી બજાર ખુશ નથી. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે રજુ કરેલ બજેટમાં યાદીબદ્ધ કંપનીઓમાં ન્યુનતમ પબ્લિક શેયર હોલ્ડિંગ 25 ટકાથે વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.  બજેટમાં બાયબેંક પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. 
 
-અમેરિકામાં રોજગારના આંકડાની અસર એશિયાઈ શેર બજારમાં ઘટાડના રૂપમાં જોવા મળી.  સવારે શંઘાઈ કંપોઝિટ ઈંડેક્સમાં 2.5 ટકા કમજોરી હતી. 
 
- જૂન ત્રિમાસિક કંપનીઓના પરિણામ આવતા પહેલા રોકાણકાર સાવધાની રાખી રહ્યા છે. આ અઠવાડિયે મગળવારે પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. સૌ પહેલા ટીસીએસ મંગળવારે પોતાના પરિણામ જાહેર કરશે.  બીજી બાજુ ઈફોસિસ શુક્રવારે પોતાના પરિણામ જાહેર કરશે. 
 
ટૉપ ગેનર્સ - યસ બેંક, એચસીએલ ટેક, ભારતી ઈંફ્રાટેલ, સન ફાર્મા, ટીસીએસ, વેદાંતા 
 
ટૉપ લુઝર્સ - હીરો મોટોકોર્પ, લાર્સન, મારૂતિ સુઝુકી, ઓએનજીસી, બજાજ ઓટો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કર્ણાટક પર સંકટ - કોંગ્રેસના 21 મંત્રીઓના રાજીનામા, BJP બોલી અમારો કોઈ હાથ નથી