Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂપિયાએ વધારી બજારની ચિંતા, સેંસેક્સ 509 અંક ગબડ્યો અને નિફ્ટી 11290ની નીચે બંધ

રૂપિયાએ વધારી બજારની ચિંતા, સેંસેક્સ 509 અંક ગબડ્યો અને નિફ્ટી 11290ની નીચે બંધ
, મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (17:06 IST)
રૂપિયામાં કમજોરી અને ગ્લોબલ બજારોમાંથી મળેલી કમજોર સંકેતોથી આજ શેયર બજાર ઘટાડા સાથે બંધ થયો છે. વેપારના અંતમાં આજે સેંસેક્સ 509.04 અંક એટલે કે 1.34 ટકા ગબડીને 37,413.13 પર અને નિફ્ટી 150.60 અંક એટલે કે 1.32 ટકા ગબડીને 11,287.50 પર બંધ થયો. 
 
મિડ-સ્મોલકૈપ શેરમાં ઘટાડો 
 
મિડકૈપ અને સ્મૉલકૈપ શેરમાં આજે ઘટૅઅડો જોવા મળ્યો છે. બીએસઈનો મિડકૈપ ઈંડેક્સ 1.36 ટકા અને સ્મોલકિઅપ ઈંડેક્સ 1.25 ટકા ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટીનો મિડકૈપ 100 ઈંડેક્સ 1.34 ટકા ગબડીને બંધ થયો છે.  
 
બેંક નિફ્ટીમાં ઘટાડો 
 
બેકિંગ, ફાર્મા, ઑટો, મેટલ અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી 394 અંક ગબડીને 26807ના સ્તર પર બંધ થયો છે. આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં 0.70 ટકા નિફ્ટી ફાર્મામાં 1.60 ટકા, નિફ્ટી ઓટોમાં 1.50 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જિયોફોન હવે ભારતમાં સૌથી વધુ વેચાતો ફોન બન્યો