Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBI એ જ રાહત ભર્યા સમાચાર, ટૂંક સમયમાં જ ATMમાંથી મળશે 50 અને 20ના નવા નોટ

SBI એ જ રાહત ભર્યા સમાચાર, ટૂંક સમયમાં જ ATMમાંથી મળશે 50 અને 20ના નવા નોટ
નવી દિલ્હી. , મંગળવાર, 15 નવેમ્બર 2016 (10:59 IST)
નોટ બેનના નિર્ણય પછી દેશભરમાં ચાલી રહેલ કેશની તકલીફ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ એક રાહત ભર્યા સમાચાર આપ્યા છે. SBI ટૂંક સમયમાં જ પોતાના એટીએમમાંથી 20 અને 50 રૂપિયાના નોટ કાઢવાની સુવિદ્યા આપવામાં આવી રહી છે.  એટીએમમાં નવી નોટોને લઈને આવી તકનીકી પરેશાનીઓ પર પણ ટેકનિકલ એક્સપર્ટ કામ કરી રહ્યુ છે અને આજથી એટીમ પર લોકોને 2000ના નવા નોટ મળી શકશે. 
 
નાની નોટોની પરેશાની 
 
500 અને 1000ના રૂપિયાના નોટ બેન થયા પછીથી નાની નોટોની મારામારી ચાલી રહી છે. એવામાં SBI એ એક રાહત ભર્યા પછી  
સમાચાર આપતા 20 અને 50 રૂપિયાના નોટની ઉપલબ્ધતાનુ એલાન કર્યુ. એસબીઆઈની અધ્યક્ષ અરુંધતિ ભટ્ટાચાર્યએ તેની જાહેરાત કરતા કહ્યુ કે ભીડ ઓછી થતા જ બેંક 50 અને 20 રૂપિયાનુ વિતરણ શરૂ કરી દેશે. 
 
10 દિન વધારી છે જૂના નોટોની માન્યતા 
 
બીજી બાજુ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા સરકારે એક દિવસમાં ચાર હજારને બદલે 4500 રૂપિયા કાઢવાની અનુમતિ આપી છે.  આ ઉપરાંત સરકારે જૂના નોટોની માન્યતા 10 દિવસ વધારી દીધી છે. હવે હોસ્પિટલ, મેટ્રો સ્ટેશન, સ્મશાન ઘાટ, દવાની દુકાન, પેટ્રોલ પંપમાં 24 નવેમ્બર સુધી 500 અને 1000 રૂપિયાના નોટ સ્વીકાર કરવામાં આવશે. રવિવારે પીએમ મોદીના નોટબંદી પછી આર્થિક મામલા પર સમીક્ષા બેઠક બતાવી હતી.  જેમા આ નિર્ણય લેવામાં આવ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેંકમાં કે ATM પર ગયા વગર જ જાણી લો ખાતામાં કેટલું બેલેન્સ છે