Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 જુલાઈથી SBI કરી રહ્યુ છે મોટો ફેરફાર, ગ્રાહકો પર પડશે આ અસર

1 જુલાઈથી SBI કરી રહ્યુ છે  મોટો ફેરફાર, ગ્રાહકો પર પડશે આ અસર
નવી દિલ્હી. , મંગળવાર, 18 જૂન 2019 (17:58 IST)
જો તમારુ એકાઉંટ દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (SBI)માં છે તો તમારે અમટે એક જરૂરી સમાચાર છે.  ઉલ્લેખનીય છે કે એસબીઆઈ 1 જુલાઈથી એક મોટો ફેરફાર કરી રહી છે. જેની અસર સીધી એસબીઆઈના 42 કરોડ ગ્રાહકો પર પડવા જઈ રહી છે. તો આવો જાણીએ આ પૂરા મામલા વિશે.. 
 
એસબીઆઈએ એલાન કર્યુ છે કે ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટમાં કપાત કર્યા પછી હવે  તે પોતાના હોમ લોનનો રેપો રેટથી લિંક કરી રહ્યુ છે. બેંકની તરફથી  રજુ કરવાનુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 1 જુલાઈથી રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોનની રજુઆત કરવામાં આવશે.  બેંક પોતાના શોર્ટ ટર્મ લોન અને મોટી જમા રકમના વ્યાજ દરને રેપો રેટ પહેલા જ જોડી ચુકી છે. 
 
 
એસનીઆઈમા આ પગલાનો મતલબ છે કે આવતા મહિનાથી એસબીઆઈની હોમ લોનની વ્યાજ દર સંપૂર્ણ રીતે રેપો રેટ પર આધારિત થઈ જશે.   મતલબ રિઝર્વ બેંક જ્યારે જ્યારે રેપો રેટમાં ફેરફાર કરશે ત્યારે સીધી અસર તમારા પર પણ પડશે. 
 
આરબીઆઈ રેપો રેટમાં કપાત 
 
વર્તમાન સમયમાં એસબીઆઈ પોતાના હિસાબથી હોમ લોનમાં ફેરફાર કરે છે.  આરબીઆઈની રેપો રેટમાં કપાત કે વધારાથી તેના પર કોઈ ફરક નતેહે પડતો.  ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ગુરૂવારે સતત ત્રીજીવાર રેપો રેટ દરમાં 0.25 ટકાનો કપાત કરી તેને 5.75 પર લાવી દીધુ છે. 
 
આરબીઆઈ સતત ત્રણ સમીક્ષા બેઠકોમાં કુલ મળીને રેપોમાં 0.75 ટકાનો કપાત કરી ચુકી છે. રેપો ઓછો થવાથી બેંક વ્યાજ ઓછી કરવાની સ્થિતિમાં હોય છે જેનાથી ગ્રાહકોને રાહત મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મિસ્રના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીનુ કોર્ટમાં સુનાવણી દરમિયાન નિધન