Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBI પાંચ દિવસમાં શરૂ કરવાની છે આ સર્વિસ, ગ્રાહકોને મળશે મોટો ફાયદો

SBI  પાંચ દિવસમાં શરૂ કરવાની છે આ સર્વિસ, ગ્રાહકોને મળશે મોટો ફાયદો
, શુક્રવાર, 26 એપ્રિલ 2019 (17:51 IST)
દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ગ્રાહકોને 1 મે થી નવો ફાયદો મળશે.  એસબીઆઈએ સેવિંગ એકાઉંટ અને હોમ-ઓટો લોન પર લાગનારા વ્યાજની રીતને બદલી નાખ્યુ છે. એસબીઆઈ જમા બચત ખાતાની દર અને લોન પર લાગનારી વ્યાજ દર ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રેપો રેટ સાથે લિંક કરશે. મતલબ આરબીઆઈના રેપો રેટ ઘટાવ્યાના તરત પછી બેંક પોતાનુ વ્યાજ દર ઓછુ કરશે.  બેંકના મુજબ આ દર 1 મે થી અમલમાં આવશે.  એસબીઆઈ આવુ કરનારી પ્રથમ બેંક છે જેને પોતાની ડિપોઝીટ (જમા દર) અને ઓછી અવધિના લોન પર વ્યાજ દર આરબીઆઈના રેપો રેટ સાથે જોડવાનુ એલાન કર્યુ. જો કે ડિપોઝીટ પર વ્યાજ દરનો ફાયદો તેને જ મળશે જેનુ બેલેંસ એક લાખ રૂપિયાથી વધુ છે. 
 
રિઝર્વ બેંકે મૌદ્રિક સમીક્ષાની બેઠકમાં રેપો રેટ 0.25 બેસિસ પોઈંટ ઘટાડીને 6.50 થી 6.25 ટકા કરી દીધો છે. એસબીઆઈએ ઓછા સમયના લોન, એક લાખ રૂપિયાથી વધુની ડિપોઝીટ, એક લાખ રૂપિયાથી વધુના બધા કૈશ ક્રેડિટ એકાઉંટ્સ અને ઓવરડ્રાફ્ટને રેપો દર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. 
 
આરબીઆઈએ પોતાની પોલીસીમાં આ નિયમ બદલવાનો નિર્ણય કર્યો હતો. એસબીઆઈના આ પગલાથી આરબીઆઈ રેપો રેટમાં કરવમાં આવેલ કપાતનો ફાયદો ગ્રાહકોને ત્તરત નહોતા આપી રહ્યા જેના પર આરબીઆઈએ અનેકવાર નારાજગી બતાવી હતી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JPSC Recruitment 2019 - શૈક્ષણિક પર પર નીકળી છે ભરતી, જલ્દી કરો એપ્લાય