રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એ માટે મહેસૂલ વિભાગે અનેકવિધ ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. આ નિર્ણયોની જાણકારી માટે આગામી તા. ૨૨ નવેમ્બર-૨૦૧૯ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે.
પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને તા.૨૨ નવેમ્બર-૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો, વિવિધ ક્ષેત્રોની સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિકો તથા નાગરિકો માટે ઝડપી, પારદર્શક, ઓન લાઇન સેવાઓ અને વહીવટી સુધારાઓ અંગે લેવાયેલ સંખ્યાબંધ પગલાંઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
મહેસૂલમાં ક્રાંતિમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે :
Any RoR @ Anywhere
આ મુજબની સેવાઓ ઓનલાઈન જોઈ તેમજ નકલ મેળવી શકાશે. (૧) જમીનનો રેકર્ડ (ગ્રામ્ય તથા શહેર), (૨) જમીન રેકર્ડને લગતા કેસોની વિગતો જોવા માટે (૩) મિલક્તની વિગતો જોવા માટે (સબ રજિસ્ટ્રારને સંલગ્ન)
Web Bhulekh
ઈ - ધરા કેન્દ્રમાં વેબ ભુલેખ એપ્લિકેશન મારફત મહેસૂલી અધિકારી દ્વારા આ મુજબના કાર્યો થાચ છે. (૧) હક્ક પત્રની નોંધોને લગતી તમામ કામગીરી (ર) પાણી પત્રકની કામગીરી (૩) તમામ પ્રકારની જમીનને લગતી માહિતી મેળવી શકાશે.
• Garvi
સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ગરવી એપ્લિકેશન દ્વારા દસ્તાવેજોની નોંધણી. અરજદાર આ મુજબની વિગતો જાણી શકશે (૧) જંત્રી દર, (ર) મિલક્તનું અંદાજિત મૂલ્યાંકન (૩) ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. (૪) નોંધાયેલ દસ્તાવેજની વિગતો જોઈ શકે છે અને અનુક્રમણિકા નં.૨ની પ્રિન્ટ મેળવી શકે છે
i-ORA(Integrated Online Revenue Applications)
ઉપલબ્ધ ઓનલાઈન સેવાઓ જેવી કે : (૧) બિનખેતી પરવાનગી / હેતુફેરની પરવાનગી (ર) વારસાઈ નોંઘ, સુધારા હુકમ માટેની અરજી (૩) ઓદ્યોગિક હેતુ માટે જમીન ખરીદવાની પરવાનગી / જમીન ખરીદવાની પરવાનગી (૪) પ્રિમિયમ ભરવાની તેમજ મુદત વધારો આપવાની પરવાનગી ( ખેતી તથા બિનખેતી હેતુ માટે ) (૫) બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી ( એક જ અરજી). (૬) બિનખેતીની પ્રોવિઝનલ મંજૂરી: અરજદારની અરજીની પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ ઈન્ટિમેશન લેટર સાથે નિયત નમૂનામાં બિનખેતીની પ્રોવિઝનલ મંજૂરી જનરેટ થશે જે અરજદારને ઈ-મેઈલ એડ્રેસ પર મોકલવામાં આવશે. (૭) ખેડૂત ખાતેદાર ખરાઈ : ખેડૂત ખાતેદાર હોવા અંગેની ઓનલાઈન ખરાઈ થશે. (૮) બોજા સાથે બિનખેતી પરવાનગી : જમીન પર મંડળી / બેન્કના બોજા બાકી હોય તો પણ બોજા સાથે બિનખેતી પરવાનગી આપવામાં આવશે.
iRCMS (Integrated Revenue Case Management System )
(૧)મહેસૂલી અધિકારી દ્વારા તમામ મહેસૂલી કેસોની એન્ટ્રી કરવામાં આવે છે જેનું જોડાણ અન્ય મહેસૂલી એપ્લિકેશન (i-ORA) સાથે હોઈ કેસોને લગતી તમામ માહિતીઓનો ઉપયોગ કરી શકાય છે. મહેસૂલી કેસોની સચોટ દેખરેખ રાખી શકાય છે. (૨) મહેસૂલી કેસ જયારે લિસ્ટિંગ થાય ત્યારે અરજદારને એસ.એમ.એસ. દ્વારા જાણ થાય છે. આગામી સમયમાં આ સેવા દ્વારા તમામ મહેસૂલી કેસોના હુકમની નકલ અરજદાર જન સેવા કેન્દ્રમાં મેળવી શકશે.
RFIMS (Revenue File Monitoring System)
રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં નોંધાતી તમામ અરજીની ટ્રેકિંગ અને મોનિટરીંગની સુવિધા.