Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ ની તસ્વીર છાપવા બદલ રિલાયંસ 500 રૂપિયાનો દંડ !

પીએમ ની તસ્વીર છાપવા બદલ રિલાયંસ 500 રૂપિયાનો દંડ !
, શનિવાર, 3 ડિસેમ્બર 2016 (11:18 IST)
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયંસ જિયો પર પોતાની જાહેરાતોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીરનો મંજુરી વગર ઉપયોગ કરવા માટે 500 રૂપિયાનો દંડ લાગી શકે છે. 
 
સપ્ટેમ્બરમાં રિલાયંસ જિયો સેવાની શરૂઆત કરતા કંપનીએ પોતાના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક જાહેરાતોમાં મોદીની તસ્વીરનો ઉપયોગ કર્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ જાહેરાતને લઈને ખૂબ હંગામો થયો હતો. અનેક રાજનીતિક દળોએ આના પર સવાલ કર્યો હતો. 
 
તેમણે માહિતી માંગી હતી કે જો જિયોને આ તસ્વીરનો ઉપયોગ કરવાની મંજુરી નથી આપવામાં આવી તો તેના વિરુદ્ધ કાર્યવાહી શુ કરવામાં આવી છે ? સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધન રાઠોરે આનો સીધો કોઈ જવાબ આપ્યો નથી પણ કહ્યુ કે આ મામલામાં ચિહ્ન અને નામ (અયોગ્ય ઉપયોગ પર રોક) અધિનિયમ 1950 લાગૂ થાય છે. જેનુ અનુપાલન કરવાની જવાબદારી ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જન વિતરણ મંત્રાલય પર છે. 
 
1950ના આ અધિનિયમની ધારા 3 મુજબ સરકારી પ્રતિકો અને નામોનો અયોગ્ય પ્રયોગ કરનારા પર વધુમાં વધુ 500 રૂપિયાનો દંડ લગી શકે છે. 
 
સપ્ટેમ્બરમાં જાહેરાતમાં મોદીની તસ્વીર પર કરવામાં આવેલ પ્રશ્નોનો મુકેશ અંબાણીએ જવાબ આપ્યો હતો. અંબાણીએ કહ્યુ હતુ કે, "આ વિવાદનો કોઈ આધાર નથી. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. તેઓ જેટલા તમારા પ્રધાનમંત્રી છે એટલા જ મારા પ્રધાનમંત્રી પણ છે." 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IDS હેઠળ સૌથી મોટી આવકની ચોખવટ કરનારો ગુજરાતી વેપારી મહેશ શાહ છેવટે ફરાર કેમ ?