Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિયલએસ્ટેટ ક્ષેત્રમાં 13% રોકાણ સાથે ગુજરાત ત્રીજા સ્થાન પર

રિયલએસ્ટેટ ક્ષેત્રમાં 13% રોકાણ સાથે ગુજરાત ત્રીજા સ્થાન પર
, બુધવાર, 10 મે 2017 (11:56 IST)
દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડિસેમ્બર, 2016 સુધીમાં કુલ રોકાણ થયું છે તે પૈકી ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનો 50 ટકા હિસ્સો હોવાનું એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સના સર્વેક્ષણમાં જોવા મળ્યું છે. ભારતમાં રીઅલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે અંદાજે રૂ. 14. 5 લાખ કરોડના 3,489 પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે.

‘કન્સ્ટ્રક્શન એન્ડ રીઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ: સ્ટેટ-લેવલ એનાલિસિસ’ના ટાઈટલ ધરાવતા અભ્યાસમાં જણાવ્યાનુસાર, ડિસેમ્બર, 2016 સુધીમાં ભારતમાં રીઅલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે થયેલ કુલ રોકાણમાં ગુજરાત 13 ટકા, મહારાષ્ટ્ર 24.5 ટકા અને ઉત્તરપ્રદેશ 13.4 ટકા હિસ્સો ધરાવે છે. આમ, ડિસેમ્બર, 2016 સુધીમાં રિયલ એસ્ટેટ થયેલ કુલ રોકાણ રૂપિયાના સંદર્ભમાં ગુજરાતમાં 1.86 લાખ કરોડ રોકાણ થયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ. 3.6 લાખ કરોડ અને ઉત્તરપ્રદેશમાં  1.94 લાખ કરોડનું રોકાણ થયું છે. એસોચેમના નેશનલ સેક્રેટરી જનરલ ડી. એસ. રાવતે જણાવ્યું છે કે, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે હાથ ધરાતા પ્રોજેક્ટોમાં બિનજરૂરી વિલંબ ટાળવા અને તેના કારણે ખર્ચમાં થતો વધારો નિવારી શકાય તે હેતુસર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વહેલામાં વહેલી તકે સિંગલ વિન્ડો ક્લીયરન્સ અમલી બનાવવી જોઈએ. પ્રોજેક્ટોના ઝડપી ક્લીયરન્સ નહીં થવાથી અને ખર્ચ વધી જવાને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસને માઠી અસર થાય છે. સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને ઈન્ડસ્ટ્રીનો દરજ્જો આપવો જોઈએ. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે  લાંબાગાળાનું રોકાણ કરી શકે તે હેતુસર કંપનીઓએ પોતના નાણાં સ્ત્રોત સાથે વધુ સક્ષમ બનવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી 17000 કિ.મીની સાઈકલ યાત્રા