Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ થઈ શકે છે - RBI

5, 10  અને 100 રૂપિયાની જૂની નોટો બંધ થઈ શકે છે -  RBI
, શનિવાર, 23 જાન્યુઆરી 2021 (12:08 IST)
RBI Latest News: આરબીઆઈ (RBI) ના Assistant General Manager બી મહેશ (B Mahesh) ના એક નિવેદને નોટબંદી  (Demonetization) ની યાદ અપાવી છે.  બી. મહેશે કહ્યુ કે રિઝર્વ બેંક (Reserve Bank) 5, 10 અને  100 રૂપિયાની જૂની નોટ પરત લેવાની યોજના પર વિચાર કરી રહ્યુ છે. જો બધુ ઠીક રહ્યુ તો માર્ચ  (March) અને એપ્રિલ  (April) માં તેનુ એલાન કરી શકાય છે. 
 
100 રૂપિયાની નોટ થશે બંધ 
સમય સમય પર નકલી નોટો(Fake Note) ના જોખમને ટાળવા માટે રિઝર્વ બેંક(Reserve Bank) જૂની નોટોની સીરિઝને બંધ કરે છે. અધિકૃત ઘોષણા પછી બંધ થઈ ગયેલી તમામ જૂની નોટો(Old Note) બેંકમાં જમા કરવાની રહેશે. જમા થયેલ કુલ નોટોનું મૂલ્ય બેંક ખાતામાં જમા થાય છે અથવા નવી નોટ આપવામાં આવે છે. 
 
 
2 વર્ષ પહેલા, આરબીઆઈ (RBI)એ 100 ની નવી નોટ જારી કરી હતી. 100 રૂપિયાની નવી નોટ ડાર્ક વાયોલેટ રંગની છે અને તેના પર ઐતિહાસિક સ્થળ રાણી કી વાવ(Rani ki Vav) ને સ્થાન આપવામાં આવ્યું છે. તેને રાની કી બાવડી(Rani ki Vav)  તરીકે પણ ઓળખવામાં આવે છે રાની કી વાવ ગુજરાત(Gujrat)ના પાટણ જિલ્લામાં સ્થિત છે (UNESCO યુનેસ્કો_એ 4 વર્ષ પહેલાં  2014માં રાણીની વાવનો  વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કર્યો હતો.
યુનેસ્કો વેબસાઇટ અનુસાર, રાણીની વાવ સરસ્વતી નદી સાથે જોડાયેલ છે. યુનેસ્કોએ તેને બાવડિયોની રાણીનું બિરુદ આપ્યું છે. બી.મહેશે કહ્યું કે નવી નોટો બહાર પાડવાની સાથે જૂની 100 રૂપિયાની નોટોનો  પણ ઉપયોગ ચાલુ રહેશે, તે માન્ય ચલણ તરીકે પણ ગણવામાં આવશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યભરમાં એક મહિનામાં 34 ભૂ માફિયા સામે કેસ, 1.35 લાખ ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી