મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભાવ લાઇફ ટાઇમ હાઇ, પેટ્રોલ રૂ. 91.56 જ્યારે ડીઝલ રૂ. 81.87
દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25-25 પૈસાનો વધારો કરતા દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 85 રૂપિયાની નજીક પહોંચી ગયો છે જ્યારે મુંબઇમાં એક લિટર ડીઝલનો ભાવ 82 રૂપિયાની નજીક પહોંચી ગયો છે.પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 82.42 થયો હતો, જે અગાઉ પ્રતિ લીટર 82.18 રૂપિયા હતો. પેટ્રોલમાં રૂ. 32.98 એક્સાઈઝ ડયૂટી અને રૂ. 17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો રૂ. 49.98 છે, જે 60 ટકાથી વધુ થઈ જાય છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 84.95 રૂપિયા થઇ ગયો
એ જ રીતે ડીઝલમાં પણ ભાવ પ્રતિ લીટર રૂ. 80.48થી વધીને રૂ. 81.05 થઈને અત્યાર સુધીની ટોચે પહોંચ્યો છે. ડીઝલમાં રૂ. 31.83 એક્સાઈઝ ડયુટી અને રૂ. 17 વેટ સાથે કુલ ટેક્સ રૂ. 48.83 થાય છે.દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 84.95 રૂપિયા થઇ ગયો છે જે લાઇફ ટાઇમ હાઇ સપાટી છે. જ્યારે દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ 75.13 રૂપિયા થઇ ગયો છે તેમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેનમાં જણાવવામાં આવ્યું છે.
મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ લાઇફ ટાઇમ હાઇ સપાટીએ
આ અગાઉ 13 અને 14 જાન્યુઆરી એમ બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 91.56 રૂપિયા થઇ ગયો છે જે અત્યાર સુધીની લાઇફ ટાઇમ હાઇ સપાટી છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 81.87 રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં ડીઝલનો ભાવ પણ અત્યાર સુધીની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો છે.
મુંબઈમાં ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ
દિલ્હીમાં ડીઝલની કિંમત ૨૫ પૈસા વધીને રૂ. ૭૫.૧૩ થઈ હતી જ્યારે મુંબઈમાં લિટરદીઠ ભાવ રૂ. ૮૧. ૮૭ થયો હતો. મુંબઈમાં ડીઝલના ભાવ ઓલટાઈમ હાઈ થયા હતા. દિલ્હીમાં ડીઝલના ભાવ જુલાઈ પછી સૌથી ઊંચી સપાટી પર હતા. છેલ્લા ૧૦ મહિનામાં પેટ્રોલના ભાવમાં લિટરે રૂ. ૧૫ અને ડીઝલના ભાવમાં રૂ. ૧૩નો વધારો થયો હતો.