Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ ડુંગળીના ભાવ 100 રૂપિયે કિલો સુધી જશે ?

શુ ડુંગળીના ભાવ 100 રૂપિયે કિલો સુધી જશે  ?
, બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (08:30 IST)
ડુંગળીના ભાવે આગામી દિવસોમાં એટલે કે ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં 100 રૂપિયે કિલો થઈ શકે છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ એપીએમસીનાં સૂત્રોથી લખ્યું કે આ વર્ષે છૂટક ભાવ ઑક્ટોબરના અંત સુધીમાં પ્રતિકિલોએ 100 રૂપિયાને પહોંચે તેવી સંભાવના છે. જથ્થાબંધ બજારમાં પહેલેથી ડુંગળીના ભાવમાં 15થી 20 ટકા અને છૂટક બજારમાં 20 ટકાનો વધારો થયો છે.
 
મંગળવારે મહુવા હોલસેલ માર્કેટમાં કિલો ડુંગળીનો ભાવ રૂપિયા 25 અને અમદાવાદ એપીએમસીમાં 15થી 30 રૂપિયાની વચ્ચે હતો. મંગળવારે છૂટક વેચાણમાં ડુંગળીનો ભાવ કિલોદીઠ આશરે 50 રૂપિયા હતો.
 
ભાવનગર એપીએમસીના પદાધિકારી ભીખાભાઈ ઝઘડિયાએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને અસર થઈ છે.
 
તેમણે કહ્યું, 'ગુજરાતમાં જ નહીં, પરંતુ ડુંગળી ઉગાડનારાં અન્ય રાજ્યોમાં પણ પાકને નુકસાન થયું છે.'
 
ઉલ્લેખનીય છે કે ઘરેલુ માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરોડપતિ છે પીએમ નરેન્દ્ર મોદી, જાણો કેટલી છે તેમની વાર્ષિક આવક