Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલ રિઝર્વેશન ટિકિટવાળા મુસાફરો માટે ખુશ ખબર.. હવે રેલવે તમારા સ્ટેશનનું એલાર્મ આપશે

રેલ રિઝર્વેશન ટિકિટવાળા મુસાફરો માટે ખુશ ખબર.. હવે રેલવે તમારા સ્ટેશનનું એલાર્મ આપશે
, ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (14:36 IST)
મુસાફરોને સારી સેવા આપવામાં લાગેલ રેલ વિભાગ હવે એક નવી પહેલ કરવા જઈ રહ્યુ છે. વિભાગ આરક્ષિત ટિકિટ લઈને મુસાફરી કરનારા રેલ મુસાફરોને હવે તેમની મંઝીલ (ઉતરવાનું સ્ટેશન)  આવવાના વીસ મિનિટ પહેલા તેમના મોબાઈલ પર કોલ કરીને ટ્રેન સંબંધિત સ્ટેશન પર પહોંચવાની સૂચના આપશે. 
 
જો રેલવે તરફથી કોલ નથી આવતી તો મુસાફરો આની ફરિયાદ સંબંધિત વિભાગને કરી શકે છે. આ બાબતની શોધખોળ પછી રેલવે મુસાફરને વળતર પણ આપશે. આ સુવિદ્યા એક અઠવાડિયામાં શરૂઆતમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનોમાં શરૂ થાય એવી શક્યતા છે.  
 
રેલવે પ્રશાસન યાત્રાને અધિક સુખમય બનાવવા જઈ રહ્યુ છે. જેના હેઠળ હવે મુસાફરોનુ નિશ્ચિત સ્ટેશન આવતા પહેલા રેલવે દ્વારા તેમને આપવામાં આવેલ મોબાઈલ નંબર પર કોલ કરવામાં આવશે. આ કોલ ત્યા સુધી થતી રહેશે જ્યા સુધી મુસાફર રીસિવ ન કરી લે. 
 
હાજ આ સુવિદ્યા પ્રયોગના રૂપમાં રાજ્ધાની એક્સપ્રેસ ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે.  આ સુવિદ્યા પીઆરએસના દ્વારા સેંટ્રલાઈઝ્ડ કરવામાં આવશે.  જેમા ટિકિટ બનાવતી વખતે આપવામાં આવેલ મોબાઈલ નંબર પર મુસાફરનું ઉતરવાનું સ્ટેશન આવતા પહેલા મુસાફરોને કોલ કરવામાં આવશે.  જો કોઈ કારણસર સૂચના ન મળી અને મુસાફર નિશ્ચિત સ્ટેશન પર ન ઉતરી શક્યો તો તેને ફરિયાદ કરવાની સુવિદ્યા પણ આપવામાં આવી છે.  
 
ફરિયાદની તપાસ કરી રહેલ રેલ વિભાગ ફરિયાદ કરનાર મુસાફરને વળતર ચુકવશે. આ સંબંધમાં વરીય મંડળ વાણિજ્ય પ્રબંધક આશીષ કુમાર ઝાએ જણાવ્યુ કે આની માહિતી મળી છે પણ હાલ મંડળ કાર્યાલયને પત્ર પ્રાપ્ત નથી થયો. અલબત્તા ડાટા ફીડિંગનુ કામ ચાલી રહ્યુ છે.  આશા છે કે એક અઠવાડિયામાં આ સુવિદ્યા પ્રારંભ થઈ જશે.  રેલવે પ્રશાસન મુસાફરોની સુવિદ્યાને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.  આગામી છ મહિનામાં મુસાફરો સુવિદ્યાઓમાં વધુ વધારો થશે. 
 
મુસાફરોને સુવિદ્યા આપવાની સાથે જ રેલવે પ્રશાસન મુસાફરોની ફરિયાદની તપાસ પણ કરશે. તપાસમાં જો મુસાફરોની ફરિયાદ ખોટી જોવા મળી તો રેલવે પ્રશાસન તેને નિયમનો દુરુપયોગ કરવાના આરોપમાં દંડ કે કેદની સજા સંભળાવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati