Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rail Budget LIVE - રેલ ભાડામાં કોઈ વધારો નહી, 4 મહિના પહેલા રિઝર્વેશન

Rail Budget LIVE - રેલ ભાડામાં કોઈ વધારો નહી,  4 મહિના પહેલા રિઝર્વેશન
, ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (12:00 IST)
હવે થોડી જ વાર પછી રેલ મંત્રી સુરેશ પ્રભુ સંસદમાં પોતાનુ પ્રથમ રેલ બજેટ રજુ કરશે તેથી દેશના તમામ લોકોની નજર તેમના પર લાગી છે. 
 



રેલ સુરક્ષા 
 
- ગાર્ડ વગરના ફાટક .. બિના ફુટ ઓવર બ્રિઝ ટ્રેનોની પટરિયો પરથી ઉતરવુ આ બધી દુર્ઘટનાઓનો સામનો કરવા માટે એક પાંચ વર્ષીય યોજનાની વ્યવસ્થા 
- આ પાંચ વર્ષીય યોજના જૂન 2015 સુધી આવી જશે 
- ગાર્ડ વગરના ફાટક પર ઓડિયો-વિઝુઅલ દ્વારા ચેતાવણી આપવામાં આવશે. ગાર્ડના ફાટક પર અલાર્મ વાગશે 
- આગામી નાણાકીય વર્ષમાં 970 રેલવે ઓવર બ્રિઝ રેલવે અંડર બ્રિઝ જેમા 3438 ગાર્ડ વગરની ક્રોસિંગ કવર કરી શકાશ 
- પસંદગીની રેલગાડીમાં રેલ પ્રોટેક્શન સિસ્ટમ .. ગાડીના એક્સિડેંટથી બચાવની પ્રણાલી લગાવવાની વ્યવસ્થા 
- પાટા પરથી ઉતારવા ચઢાવા માટે આધુનિક રેલ લાઈન કરવાની વ્યવસ્થા 
- નવીનીકરણ .. આધુનિકરણ માટે કાયાકલ્પ નામથી ઈનોવેશન સેંટરની સ્થાપના 
- પસંદગીના વિશ્વ વિદ્યાલયોમાં રેલવે રિસર્ચ સેંટર ખુલશે 
- આઈઆઈટી બીએચયુમાં રેલવે તકનીક માટે 
- માલ ગાડીમાં રેડિયો ફ્રીકવેંશી ટેગ લાગશે 
- મોબાઈલ પર એસએમએસ પણ રેલ યાત્રા કરવાનુ યોગ્ય સત્યાપન કરવાનો પુરાવો મનાશે 
- ગ્રાહકોને એક જ પોર્ટલ પર બધી સગવડ માટે વ્યવસ્થા 
- પીવાનુ પાણી માટે વોટર વેંડિગ મશીન 
- SMS અલર્ટ સેવા લાગૂ કરવાની વ્યવસ્થા 
- સિપાહીઓની યાત્રા માટે વોરંટ સિસ્ટમ ખતમ 
- કેટલીક શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિદ્યા 
- બધી ટ્રેનોમાં જનરલ બોગીઓમાં પણ મોબાઈલ ચાર્જિંગ સુવિદ્યા 
- વ્હીલચેયરની બુકિંગ પણ ઓનલાઈન કરી શકાશે 
- 200 નવા આદર્શ સ્ટેશન બનાવી શકાય છે. 
- 14 કોચ વાળી ટ્રેનમાં હવે 26 કોચ હશે જેથી યાત્રી ક્ષમતા વધારી શકાય 
- અપર બર્થ પર ચઢવા માટે નવી રીતે ટ્રેન ડિઝાઈન કરાશે 
- વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થ મળી શકે. રેલ બજેટમાં તેની પણ જોગવાઈ છે 
- મુખ્ય સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવાની વ્યવસ્થા કરાશે.. આ માટે બજેટમાં 120 કરોડની વ્યવસ્થા અમે મુકી રહ્યા છીએ 
- નેત્રહીન મુસાફરો માટે બધી ટ્રેનોમાં ભવિષ્યમાં બ્રેલ લિપિની પણ સુવિદ્યા રહેશે 
- મુંબઈમાં AC લોકલ ટ્રેન ચલાવાશે 
- ચાર મહિના પહેલા રેલવે ટિકિટ લઈ શકાશે 
- સ્માર્ટ ફોન પર ચાલુ ટિકિટ મળશે 
- દલાલો પર રોક મુકવા માટે પગલા .. ચાર મહિના પહેલા બુક થશે રેલ ટિકિટ 
- મહિલા ડબ્બામાં સીસીટીવી કેમેરા લાગશે. 
- દેશના પૂવોત્તર રાજ્યમાં સુગમ નેટવર્ક બનાવવાનુ છે. રેલવે નેટવર્ક વધશે 
- માલ ગાડી રેલવેની આવકનો એક મુખ્ય ભાગ છે તેની ક્ષમતા વધારવાનો પ્રયત્ન કરાશે 
- માલગાડીમા& જે કઈ યોજનાઓ છે તેની સમીક્ષાની જરૂર છે. તેમા ખાનગી ક્ષેત્રની ભાગીદારી કરવા માટે સમીક્ષાનો પ્રસ્તાવ 
- ખેડૂતો માટે દિલ્હીના આઝાદપુરમાં કાર્ગો સેંટર શરૂ થશે.  
- 9 રેલવે ટ્રેકની ગતિ 110થી 120 કિલોમીટરથી વધારીને 160-200 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવી રહી છે. 
- માલગાડીઓની ગતિ ભલે ગાડી ખાલી હોય કે ભરેલી તેની ગતિ વધારવાનુ લક્ષ્ય 
- મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનની અંતિમ રિપોર્ટ આ વર્ષના મધ્ય સુધી આવવાની આશા 
- મેક ઈન ઈંડિયા હેઠળ ઈંજન દેશમાં બને.. પૈડા દેશમાં બને.. ડબ્બા બને એવી બજેટમાં જોગવાઈ છે. આનાથી પૈસાની બચત થવા ઉપરાંત દેશમાં રોજગાર પણ વધશે. 
 
 

- આવતા પાંચ વર્ષમાં 8.5 લાખ કરોડ ધનનુ એકત્ર કરવાનુ છે 
- સિપાહીઓ માટે વોરંટ સિસ્ટમ ખતમ કરવામાં આવે છે 
- મોબાઈલ ચાર્જ કરવાની સુવિદ્યા હવે જનરલ બોગીમાં પણ આપવામાં આવશે 
- ચાર મહિના પહેલા રિઝર્વેશન ટિકિટ લઈ શકાશે 
- 10 સ્ટેશનો પર હવે સેટેલાઈટ ટર્મિનલ લગાવવામાં આવશે.
- સ્વચ્છ રેલ અભિયાન સ્વચ્છ ભારત સાથે ચલાવાશે.. સ્વચ્છતા પર અમે વિશેષ ધ્યાન આપીશુ 
- 1700 ટોયલેટ બાયો ટોયલેટમાં બદલી નાખીશુ 
- વિમાનોની જેમ છ મહિનામાં વૈક્યુમ ટોયલેટ લગાવવાની યોજના 
- રેલવેમાં ચાદર..ઓશિકા સહિત સહિત પથારીઓને આધિનિક રીતે ડિઝાઈન કરવાની વ્યવસ્થા 
- દેશભરમાં મુસફરોની સુવિદ્યાઓ માટે 138 નંબર લાગુ થશે 
- સુરક્ષા સાથે જોડાયેલ સમસ્યાઓ 182 નંબર પર સાંભળવામાં આવશે 
- અનામત ટિકિટ લેવામાં 5 મિનિટથી વધુ સમય ન લાગે આ માટે અમે ઓપરેશન 5 મિનિટ લાગુ કરીશુ 
- શારીરિક રૂપે અક્ષમ લોકો માટે બજેટમાં રાહત ટિકિટ આપવાની વ્યવસ્થા 
- ઈ ટિકટિંગ પોર્ટલ જુદી જુદી  ભાષાઓમાં થશે. 
- ડેબિટ કાર્ડ દ્વારા ચાલનારી મશીનો દ્વારા પેમેંટની પણ વ્યવસ્થા 
- યાત્રી ઈ કેટરીંગ દ્વારા ભોજન લઈ શકશે.  
- કસ્ટમર સર્વિસ 
- રેલ ભાડામાં કોઈ વધારો નહી કરીએ 
- સ્વચ્છ રેલ અભિયાન સ્વચ્છ ભારત સાથે ચલાવાશે. સ્વચ્છતા પર અમે ખાસ જોર આપીશુ 
- રેલવેનુ જે રોકાન છે તેમા અમે ઉર્જા પણ પેદા કરી શકીએ છીએ 
- રેલવે કર્મચારીઓ 
- પારદર્શિતા લાવીશુ અનેક અભ્યાસ બતાવે છે કે જેટલી પારદર્શિતા અધિક હોય છે એટલી જ ગુણવત્તા પણ વધે છે 
- રેલવેની આર્થિક હાલત સુધરી રહી છે 
- રેલવે સ્ટેશનોને સુધારવા માટે ખાનગી ભાગીદારી કરીશુ 
- નવા રોકાણ માટે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઈચ્છા બતાવી છે કે તેઓ અમારી સાથે ભાગીદારી કરવા માટે તૈયાર છે 
- આવતા પાંચ વર્ષમાં રેલવેમાં રોકાણ માટે સાઢા આથ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરવુ પડશે 
- પણ રેલવે સામાન્ય માણસ માટે જ રહેશે 
- ભાગીદારી ફક્ત અમે રાજ્યો સાથે જ નથી કરવાના પણ PSU,ખાનગી ક્ષેત્ર અને સરકારો સાથે ભાગીદારી કરવી પડશે.  
- સૌને સાથે લઈને ચાલવાનુ છે. ભાગીદારી કરવાની છે. ભાગીદારી દ્વારા રેલવેને સારી બનાવવાની છે. 
- મધ્યાવધિ યોજના પણ અપનાવી છે. દીર્ધાકાલિન લક્ષ્ય પણ મુકવાનુ છે 
- આવતા વર્ષે રેલને પોતાના નાણાકીય સંસાધનો દ્વારા સુધારાશે 
- ટ્રેકની લંબાઈ 20 ટાક સુધી વધારવામાં આવશે. 
- બીજો સુધાર - સુરક્ષા અને આધારભૂત માળખુ ઠીક કરવાનુ છે 
- તેમા પ્રથમ સુધાર - યાત્રી સુવિદ્યાઓ રેલની ક્વાલિટી ગુણવત્તા સુધારવી પડશે. 
- રેલવે માટે સરકારે ચાર લક્ષ્ય બનાવ્યા છે.  
- રેલવેનો પુર્ન જન્મ થશે - રેલ મંત્રી પ્રભુ 
- જે નાગરિક રેલવે દ્વારા સુવિદ્યાઓ મેળવે છે તેને નથી જાણ કે તે કેવી રીતે રેલવે પોતાની વ્યવસ્થા જાળવે છે. એક જ ટ્રેક પર રાજધાની પણ ચાલે છે પેસેંજર પણ ચાલે છે અને માલગાડી પણ ચાલે છે  
- રોકાણમાં કમીને કારણે રેલવે ને સતત ખોટનો સામનો કરવો પડી રહ્યો છે ૝
- ગાધીજી જે વર્ષે ભારત આવ્યા એ શતાબ્દી વર્ષમાં રેલવેને એક નવી ઊંચાઈ પર પહોંચાડવી જોઈએ  
- રેલ બજેટ પર શ્વેત પત્ર રજુ તહ્યો 
- મુસાફરો માટે અચ્છે દિન ? 
-  વૈકૈયાની માફી વગર રેલ બજેટ રજુ નહી થવા દે વિપક્ષ 
- વૈકૈયા વિવાદ પર લોકસભાની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત થઈ 
- વૈકેયા નાયડુએ વિપક્ષના આપત્તિજનક નિવેદનના આરોપ પર આજે લોકસભામાં ખેદ પ્રગટ કર્યો પણ તેમણે માફી નથી માંગી. વૈકૈયાએ કહ્યુ.. હુ બધાનુ સન્માન કરુ છુ. 
-રેલ ભવન પહોંચ્યા સુરેશ પ્રભુ 
- રેલ બજેટ રજુ કરવા માટે રેલ મંત્રી  સુરેશ પ્રભુ પોતાના રહેવાસ પરથી નીકળ્યા. રેલ બજેટ પહેલા પ્રભુએ કહ્યુ કે આ બજેટ જનતા માટે સારુ રહેશે. 
- રેલ દ્વારા દેશનો વિકાસ કરીશુ. રેલ ઠીક તો દેશ ઠીક.. રેલ દ્વારા દેશનો વિકાસ કરીશુ 

 
- રેલવેની કાયાકલ્પ્લ કરવી પડશે. તેમા પહેલો સુધાર - રેલની ક્વાલિટી. ગુણવત્તા સુધારવી પડશે 
- મે સોશિયલ મીડિયા દ્વારા મુસાફરો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયા દ્વારા મને 20000 થી વધુ સલાહ મળી. જેમાથી કેટલીક સલાહ મે રેલ બજેટમાં પણ જોડી છે. 
- હે પ્રભુ શુ થશે કેવી રીતે થશે - રેલ મંત્રી પ્રભુ 
- રેલ લાઈન ડબલ કરવાની છે. 
- આ ગરીબી હટાવવાનો યુગ છે. 
- રેલવે પીએમની પ્રાથમિકતા 
- રેલવેમાં રોકાણની જરૂર છે. 
- પાછલા વર્ષો કરતા રેલવેમાં સુવિદ્યાઓ વધી છે. 
- રેલવે મત્રી રેલ બજેટ રજુ કરી રહ્યા છે.   -રેલ મંત્રી દેશના કરોડો લોકોની આશાઓને કેવી રીતે પુરી કરશો ? કદાચ તેમની સામે પણ સૌથી મોટો સવાલ આ જ હશે. 
 



-દેશની જનતા જાણવા માંગે છે કે શુ હશે ? શુ રેલ ભાડુ વધી જશે ? શુ સાફ સફાઈ જેવી બુનિયાદી સુવિદ્યાઓ માટે કોઈ જાહેરાત કરશે ? સવાલ અનેક છે પણ જવાબ તેમના ભાષણ પર જ મળી શકશે. 
 
સૂત્રો મુજબ રેલ બજેટમાં ન તો ભાડુ વધારવામાં આવશે કે ન તો ઓછુ કરવામાં આવશે. 
 
બુલેટ ટ્રેન ચાલી શકશે કે નહી ? આ સવાલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જોવાનુ એ છે કે સુરેશ પ્રભુ આ માટે શુ કોઈ જાહેરાત કરશે. 
 
વેબદુનિયા ગુજરાતી સમાચાર પર અમે તમેન બતાવીશુ દરેક ક્ષણની માહિતી. તો અમારી સાથે કનેક્ટ રહો અને જાણો રેલ બજેટ સાથે સંકળાયેલ તમામ લાઈવ સમાચાર 

Share this Story:

Follow Webdunia gujarati