Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટ્રોલની કિંમતમાં 3.38 અને ડિઝલની કિંમતમાં 2.75નો વધારો

પેટ્રોલની કિંમતમાં  3.38 અને ડિઝલની કિંમતમાં  2.75નો વધારો
નવીદિલ્‍હી, , ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (00:00 IST)
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે કમરતોડ વધારો ઝીંકવામા આવતા તીવ્ર મોંધવારી વચ્‍ચે સામાન્‍ય લોકોને મોટો ફટકો પડયો છે. ભાવ વધારો તાત્‍કાલિક ધોરણે અમલી કરવામાં આવ્‍યો છે. પેટ્રોલની કિંમતમાં વેટ અને સેલટેક્‍સ સિવાય લીટરદીઠ 3.38  રૂપિયાનો વધારો કરાયો છે જ્‍યારે ડીઝલની કિંમતમાં 2.67સુધીનો વધારો કરવામાં આવ્‍યો છે. સુધારાના દર તરત જ અમલી કરવામાં આવતા લોકોને એકાએક આヘર્ય થયું હતું. બીજી બાજુ ગુજરાતમાં આ વધારો વધારે રહેશે. ગુજરાતમાં પેટ્રોલમાં વધારો લીટરદીઠ 3.50નો રહેશે. જ્‍યારે ડિઝલમાં આ વધારો લીટરદીઠ 2.75નો રહેશે. આનો મતલબ એ થયો કે અમદાવાદમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ 61.90 રૂપિયાથી વધીને હવે સીધી 65.4 રૂપિયા થઇ ગઇ છે જ્‍યારે અમદાવાદ શહેરમાં ડિઝલની કિંમત વર્તમાન 55.94 રૂપિયાથી વધીને સીધી 58.69 રૂપિયા થઇ ગઇ છે. પેટ્રોલની કિંમતમાં ક્રૂડ ઓઇલની આંતરરાષ્‍ટ્રીય કિંમતમાં જોરદાર ઉછાળો નોંધાયા બાદ વધારો ઝીંકાયો છે.

 ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, પેટ્રોલિયમ પેદાશોની આંતરરાષ્‍ટ્રીય કિંમતોમાં વધારો થયા બાદ આ વધારો કરાયો છે. શને સ્વતંત્રતા દિનની ભેટ આપતા મોદી સરકારે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો હતો. સળંગ ચાર વખત ભાવ ઘટાડ્યા પછી આજે ફરી એક વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાથી જનતાને પડ્યા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ ઉદ્દભવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં પ્રથમ મેન્યુફેક્ચરિંગ એકમના પ્રારંભ સાથે લેઇકો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે જાડાયું