Petrol Diesel Prices Cut: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને વધી રહેલી નારાજગીને જોતા કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયથી જનતાને મોટી રાહત મળશે. નોંધનીય છે કે સરકારે છ મહિના પહેલા પણ આવી જ રાહત આપી છે. ત્યારે કેન્દ્ર સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. આવો જાણીએ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અત્યાર સુધીમાં કેટલી વખત એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
- 2014 પછી મોદી સરકારે ક્યારે-ક્યારે પેટ્રોલ અને ડીઝલ સસ્તા કર્યા?
- આંકડાઓના મુજબ 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી મોદી સરકારમાં ત્રણ વખત એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલીવાર 4 ઓક્ટોબર 2017ના રોજ મોદી સરકારે પેટ્રોલ 2.43 રૂપિયા અને ડીઝલ 2.17 રૂપિયા સસ્તું કર્યું હતું.
- ત્યારબાદ 2018માં કેન્દ્રની મોદી સરકારે 5 ઓક્ટોબરે જનતાને મોટી રાહત આપી હતી. ત્યારબાદ સરકારે પેટ્રોલ 2.50 રૂપિયા સસ્તું કર્યું જ્યારે ડીઝલ પણ 2.50 રૂપિયા સસ્તું કર્યું.
- ત્યારબાદ છેલ્લી વખત મોદી સરકારે ગયા વર્ષે દિવાળીના એક દિવસ પહેલા આપી હતી. 4 નવેમ્બર, 2021 ના રોજ, સરકારે પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સસ્તું કર્યું.
મોદી સરકારમાં પેટ્રોલ કેટલું મોંઘુ થયું?
2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલ હતી. તે સમયે પેટ્રોલ 72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 55.48 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 રૂપિયાથી વધુનો તફાવત હતો. પરંતુ આજે ઘટાડા પહેલા રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું હતું. મોદી સરકારના આ આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 8 વર્ષમાં પેટ્રોલ 45 ટકા અને ડીઝલ 75 ટકા મોંઘુ થઈ ગયું છે.