ઑઇલ માર્કેટિંગ કંપનીઓ 7 માર્ચે રાજ્યની વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ પેટ્રોલના ભાવમાં વધારો કરે તેવી ધારણા છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે, યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક ક્રૂડ ઑઈલના ભાવ બેરલદીઠ 95થી 125 ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા છે, જેને પગલે પેટ્રોલ અને ડીઝલના ભારતના સ્થાનિક ભાવમાં પ્રતિ લિટર રૂ. 15-22નો વધારો થવાની ધારણા છે.
જોકે, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ અને ડીઝલના ભાવ પરની અસરને અમુક હદ સુધી કાબૂમાં રાખી શકે છે.
હાલમાં ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઑઈલની આયાત કરે છે.
તાજેતરમાં કટોકટીની સ્થિતિ તેમજ નીચા પુરવઠાની આશંકાએ બ્રેન્ટ ક્રૂડ ઑઈલના ભાવ બેરલદીઠ લગભગ 120 ડૉલર સાથે 10 વર્ષની ટોચે ગયા હતા