આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. માહિતગારો મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ચાલી રહેલ તેજીને કારણે તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી શકે છે. સતત ત્રીજા દિવસે રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા અને ડીઝલના ભાવમાં 7 પૈસાનો વધારો થયો
ચૂંટ્ણી ખતમ થયા પછી પેટ્રોલ 64 પૈસા અને ડીઝલ 68 પૈસા મોંઘુ થઈ ચુક્યુ છે. વિશેષજ્ઞો મુજબ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કંપનીઓએ તેલના ભાવ પર નિયંત્રણ મુકી રાખ્યુ પણ હવે ખોટને પુરી કરવા માટે તેમની સામે ભાવ વધારવો જ માત્ર વિકાલ્પ છે. ભાવમાં વધારાની પ્રકિયા થોડા સમય સુધી ચાલુ રહેશે.