Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Personal Loan કે Credit Card ની એપ્લીકેશન થઈ રહે છે રિજેક્ટ, જાણો કેવી રીતે દૂર થશે પ્રોબ્લેમ

Personal Loan કે Credit Card ની એપ્લીકેશન થઈ રહે છે રિજેક્ટ, જાણો કેવી રીતે દૂર થશે પ્રોબ્લેમ
, શુક્રવાર, 15 નવેમ્બર 2024 (13:43 IST)
શુ તમારી વારે ઘડીએ Personal Loan અથવા Credit Card ની એપ્લીકેશન રિજેક્ટ થઈ રહી છે ? તમારે તેના પાછળનુ કારણ જાણવુ જોઈએ.  જો આવુ નહી કરો તો પરેશાન થતા રહેશો પણ એપ્લીકેશન સ્વીકાર્ય નહી થાય.  અમે તમને એ કારણ બતાવી રહ્યા છીએ જેને કારણે તમારી એપ્લીકેશન રિજેક્ટ થઈ શકે છે. જો તમે તેને ઠીક કરી લેશો તો પછી સહેલાઈથી બેંક તમને લોન કે ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી દેશે. 
 
1. ખરાબ ક્રેડિટ સ્કોર - 
 
Personal Loan અથવા Credit Card માટે એપ્લીકેશન કરવા પર બેંક સૌથી પહેલા તમારો કેડિટ સ્કોર ચેક કરે છે. મોટાભાગની બેંક 750 થી વધુ ક્રેડિટ સ્કોરવાળા લોકોને પર્સનલ લોન કે ક્રેડિત કાર્ડ આપવુ પસંદ કરે છે.  વધુ ક્રેડિટ સ્કોરનો મતલબ છે કે વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી સારી છે અને તેને લોન આપવાનુ જોખમ ઓછુ છે.  બીજી બાજુ ઓછુ ક્રેડિટ સ્કોરવાળા લોકોને પર્સનલ લોન આપવી વધુ જોખમવાળુ માનવામાં આવે છે. 
 
2. અનેકવાર લોન એપ્લીકેશન કરવી 
ઓછા સમયમાં જો તમે વારેઘડીએ Personal Loan કે Credit Card માટે અરજી કરો છો તો આ તમારા ક્રેડિટ સ્કોર પર ખોટો પ્રભાવ નાખે છે. જ્યારે પણ તમે લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો તો ક્રેડિટ બ્યુરો પાસે બેંક તમારો ક્રેડિટ રિપોર્ટ માંગે છે.  જ્યારે પણ તમારે માટે કોઈ હાર્ડ ઈંકવાયરી થાય છે તો તમારો ક્રેડિત સ્કોર થોડો પોઈંટ નીચે ગબડી જાય છે. આ હાર્ડ-ઈન્કવાયરીની માહિતી તમારા ક્રેડિટ રિપોર્ટમાં પણ આપવામાં આવે છે. આ ભૂલ કરવાથી બચો. 
 
3. પેમેંટનુ આકલન - બેંક એ લોકોને લોન આપવી પસંદ કરે છે જે પોતાના આવકના 50% થી 55% સુધી જ ઈએમઆઈ રાખે છે. કોઈપણ લોન માટે અરજી કરતા પહેલા તેનુ આકલન જરૂર કરો. જો  EMI નો બોજ 50%-55% થી વધુ છે તો લોન અરજી અસ્વીકાર થઈ શકે છે. 
 
4. વારેઘડીએ નોકરી બદલવી - તમે ક્યા નોકરી કરો છો, તમારી જોબ પ્રોફાઈલ શુ છે અને કેટલા સમયથી નોકરી કરી રહ્યા છો. બેંક લોન અરજીનુ મુલ્યાંકન કરતા અરજી કરનારની આ બધી વાતો પર ધ્યાન આપે છે. બેંક એ જોવા માંગે છે કે તમારો જોબ રેકોર્ડ કેટલો સ્થિર છે. તેથી વારેઘડીએ નોકરી બદલવાથી બચો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપીના અયોધ્યામાં ભયાનક માર્ગ અકસ્માત, 3 વાહનો વચ્ચે અથડાતા 3 લોકોના કરૂણ મોત, 15 ઘાયલ