Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટીએમનાં બીજા ત્રિમાસિક ગાળામાં આવક 64 ટકા વધીને રૂ.10.9 અબજ થઈ, નોન યુપીઆઈ જીએમવી 52 ટકા વધ્યો

પેટીએમનાં બીજા ત્રિમાસિક ગાળામાં આવક 64 ટકા વધીને રૂ.10.9 અબજ થઈ,  નોન યુપીઆઈ જીએમવી  52 ટકા વધ્યો
, મંગળવાર, 30 નવેમ્બર 2021 (16:02 IST)
ગ્રાહકો અને વેપારીઓ માટેની ભારતની અગ્રણી ડિજિટલ વ્યવસ્થા પેટીએમનાં બીજા ત્રિમાસિક ગાળાનાં કમાણીના અહેવાલની જાહેરાત થઈ છે. આ ડિજિટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મની નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળાની કામગીરીની આવક, નોન-યુપીઆઈ પેમેન્ટ વોલ્યુમમાં (જીએમવી)  52 ટકાની વૃધ્ધીને કારણે 64 ટકા વૃધ્ધિ પામીને  વાર્ષિક ધારણે રૂ. 10.9 અબજ થઈ થઈ છે.ફાયનાન્સિયલ સર્વિસીસ અને અન્ય આવકોમાં ત્રણ ઘણા કરતાં વધુ વૃધ્ધિ થઈ છે.
 
કંપનીનો કોન્ટ્રબ્યુશન પ્રોફીટ નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળાની રી. 2.6 અબજ ડોલર થયો છે. જે વાર્ષિક ધોરણે 592 ટકાનો વધારો દર્શાવે છે. કોન્ટ્રીબ્યુશન માર્જીન ગયા વર્ષના 5.7 ટકાથી  કુદકો મારીને આવકના 24 ટકા થયો છે.
 
કંપનીના બીજા ત્રિમાસિક ગાળાની કમાણી અંગે કંપનીનુ મેનેજમેન્ટ જણાવે છે કે "ટેકનોલોજીમાં રોકાણો  વધવાને કારણે તથા મર્ચન્ટ બેઝનુ વિસ્તરણ થવાથી નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં  પેટીએમ દ્વારા આવકનો સુધારેલો એડજેસ્ટેડ એબીટા માર્જીન કોન્ટ્રીબ્યુશન માર્જીન  રૂ. 4255 મિલિયન થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળાના 5.7 ટકાની તુલનામાં  વધીને આવકના સામે (64ટકા) રૂ. 4267મિલિયન હતો. પેમેન્ટની આવકમાં વૃધ્ધિ થતાં નોન-યુપીઆઈ જીએમવી  વોલ્યુમમાં વધારો થતાં અમારી ફાયનાન્સિયલ સર્વિસીસની ઓફરોમાં વધારો થયો છે.  
 
અમે ડિજિટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસના વ્યાપમાં વૃધ્ધિ કરી રહયા છીએ અને તે દેશમાં વ્પકપણે અપનાવાઈ રહી છે.  પેટીએમના બીજા ત્રિમાસિક ગાળાનાં વોલ્યુમમાં મજબૂત વધારો થયો છે. જે અમારા  ગ્રાહકો અને વેપારીઓ માટે જે દ્વિપક્ષી વ્યવસ્થા ગોઠવી છે તેમાં મજબૂત વૃધ્ધિ દર્શાવે છે. અમે અમારી પેમેન્ટ સર્વિસીસ બિઝનેસમાં વૃધ્ધિની ગતિશિલતા જાળવી રાખી છે. અમારા ફાયનાન્સિયલ સર્વિસીસ બિઝનેસનુ આક્રમકપણે વિસ્તરણ કર્યુ છે અને અમે કોમર્સ અને કલાઉટ સર્વિસીસમાં પ્રિકોવિડ સ્તરે  પહોંચવાના પંથે છીએ"
 
પેટીએમની એકંદર મર્કેન્ડાઈઝ વેલ્યુ (જીએમવી) માં જે વૃધ્ધિ થઈ છે તે વપરાશકારોની સક્રિયતા  અને વિવિધ બિઝનેસમાં તેને અપનાવવાને કારણે થઈ છે. કંપનીની બીજા ત્રિમાસિક ગાળાની જીએમવી વાર્ષિક ધોરણે 107 ટકા વધીને  રૂ. 1956 અબજ થઈ છે. અને ઓકટોબર 2021માં પણ વૃધ્ધિની ગતિશીલતા જળવાઈ રહી છે.
 
અહેવાલના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીના સરેરાશ માસિક ટ્રાન્ઝેકટીગ યુઝર્સ (એમટીયુ)   33 ટકા વધીનને વાર્ષિક ધોરણે 57.4 મિલિયન થઈ છે.  અને આ ગતિ ઓકટોબર 2021માં પણ 63 મિલિયન એમટીયુ એટલેકે અગાઉના  વર્ષના સમાન ગાળામાં 47 મિલિયન એમટીયુની તુલનામાં વાર્ષિક ધોરણે  35 ટકા વૃધ્ધિ સાથે  જળવાઈ રહી છે.  અહેવાલના બીજા ત્રિમાસિક ગાળામાં ટ્રાન્ઝેકટીંગ યુઝર દીઠ  55 ટકા વધીને  વાર્ષિક ધોરણે રૂ. 11,369 થઈ છે. 
 
પેટીએમ તેનો ફાયન્ન્સિયલ સર્વિસ પ્લેટફોર્મની વૃધ્ધિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે તેને પેમેન્ટસ અને સર્વિસીસની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાની વૃધ્ધિ થઈ તે  રૂ. 8426 મિલિયન  જોવા મળી છે, જયારે  કોમર્સ અને કલાઉડ સર્વિસીસની આવક  47 ટકા વધીને વાર્ષિક ધોરણે 2438 મિલિયન થઈ છે.
 
ચૂકવણી કરાયેલી લોનની સંખ્યા અહેવાલના બીજા ત્રિમાસિક ગાળામાં 714 ટકા વધીને  2.8 મિલિયન થતાં  કંપનીના ધિરાણ ક્ષેત્રમાં  ભારે વૃધ્ધિ નોંધાઈ છે. કંપનીની પોસ્ટપેઈડ (બાય નાઉ- પે લેટર), ગ્રાહક ધિરાણ અને મર્ચન્ટ લોન સહિતના ધિરાણ બિઝનેસમાં મજબૂત વૃધ્ધિ  ચાલુ રહી છે. કંપનીના નાણાંકીય  સંસ્થા પાર્ટનર્સે ઓકટોબર 2021માં આશરે 1.3 મિલિ.ન લોનની ચૂકવણી કરી છે. જે વર્ષિક ધોરણે ચૂકવાયેલી લોનની સંખ્યામાં 472 ટકાની વૃદ્ધિ દર્શાવે છે અને એકંદર  ચૂકવણી રૂ. 6270 મિલિયનની થઈ છે. જે ચૂકવાયેલી લોનમાં ધીરાણ મૂલ્યમાં વાર્ષિક ધોરણે 418 ટકાનો વધારો દર્શાવે છે.
 
અગાઉના વર્ષના સમાન ગાળાના 0.3 મિલિયનથી વધીને  બીજા ત્રિમાસિક ગાળામાં પેટીએમનો મર્ચન્ટ બેઝ વૃધ્ધિ પામીને 23 મિલિયન થયો છે. ડિવાઈસ ડિપ્લોયમેન્ટ  બેઝ બીજા ત્રિમાસિક ગાળામાં વધીને  1.3 મિલિયન થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 0.3 મિલિયન હતો. ઓકટોબર 2021માં અમારા મર્ચન્ટ પાર્ટનર્સ અંદાજે 1.4 મિલિયન સુધી પહોંચવાને કારણે  અમારી ડિવાઈસિસ અપનાવવામાં અમને મજબૂત વૃધ્ધિ  જોવા મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓમિક્રૉન: કેન્દ્રનો માસ્ટર પ્લાન : કોરોનાની ત્રીજી લહેર માટે ભારત કેટલું તૈયાર અને શું કરવાની જરૂર છે?