Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Alert! બમણી થઈ 500 રૂપિયાની નકલી નોટ, 2000 રૂપિયાની નકલી નોટ 50 ટકાથી વધુ વધી

currency note
નવી દિલ્હી. , શનિવાર, 28 મે 2022 (19:19 IST)
દેશમાં નકલી નોટોનું ચલણ ઘણું વધી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં નકલી નોટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, વર્ષ 2020-2021માં 500 રૂપિયાની નકલી નોટોમાં 101.9 ટકાનો વધારો થયો છે, જ્યારે 2000 રૂપિયાની નકલી નોટોમાં 54.16 ટકાનો વધારો થયો છે.
 
ટાઈમ્સ નાઉની રિપોર્ટ મુજબ 500 રૂપિયા અને 2000 રૂપિયાની બેંક નોટોની ભાગીદારી 31 માચ સુધી ચલણમાં બેંક નોટોની કુલ વેલ્યુ 87.1 ટકા હતી. જ્યારે કે આ 31 માર્ચ 2021ના રોજ 85.7 ટકા હતઈ વોલ્યુમના સંદર્ભમાં વાત કરીએ તો 31 માર્ચ 2022 સુધી 500 રૂપિયાના મૂલ્યવર્ગના બેંકનોટની સૌથી વધુ ભાગીદારી હતી. જે 34.9 ટકા હતી. ત્યારબાદ 10 રૂપિયા મૂલ્યવર્ગના બેંકનોટોનુ સ્થાન રહ્યુ. જે કુલ બેંક નોટોના 21.3 ટકા હતી. 
 
50 અને 100 રૂપિયાની નકલી નોટો ઘટી
ગયા વર્ષની સરખામણીમાં, રૂ. 10, રૂ. 20, રૂ. 200, રૂ. 500 (નવી ડિઝાઇન) અને રૂ. 2000ની નકલી નોટોમાં અનુક્રમે 16.4%, 16.5%, 11.7%, 101.9% અને 54.6%નો વધારો થયો છે. તે જ સમયે, 50 રૂપિયાની નકલી નોટોમાં 28.7 ટકા અને 100 રૂપિયાની નકલી નોટોમાં 16.7 ટકાનો ઘટાડો થયો છે.
 
2000 રૂપિયાની નોટો ઝડપથી ગાયબ થઈ 
આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ(RBI’s Annual Report) છેલ્લા કેટલાક સમયથી રૂ.2,000ની નોટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષના માર્ચના અંત સુધીમાં કુલ ચલણી નોટોમાં તેમનો હિસ્સો ઘટીને 214 કરોડ અથવા 1.6 ટકા થઈ ગયો છે.
 
આ વર્ષે માર્ચ સુધી તમામ મૂલ્યોની કુલ નોટોની સંખ્યા 13,053 કરોડ હતી. આના એક વર્ષ પહેલા, સમાન સમયગાળામાં, આ આંકડો 12,437 કરોડ હતો. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, માર્ચ 2020ના અંતે ચલણમાં 2,000 રૂપિયાની નોટોની સંખ્યા 274 કરોડ હતી. આ આંકડો ચલણમાં રહેલી કુલ ચલણી નોટોના 2.4 ટકા હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહી મળે છે માત્ર બે રૂપિયાની આઈસક્રીમ