Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલવે ટોયલેટની સ્ટોપર ખરાબ હોવાથી યાત્રીને દોઢ લાખ રૂપિયા આપવાનો આદેશ

રેલવે ટોયલેટની સ્ટોપર ખરાબ હોવાથી યાત્રીને દોઢ લાખ રૂપિયા આપવાનો આદેશ
રાંચી : , મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (17:25 IST)
છત્તીસગઢની કન્‍ઝયૂમર કોર્ટે રેલવેને એક યાત્રીનું અપમાન કરવા બદલ તેને દોઢ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્‍યો છે. વાત કંઇક એમ છે કે, ગુરૂદર્શન લાંબા નામના ભાઇ દિલ્‍હીથી દુર્ગ જતી ટ્રેનના એ૧ કોચમાં સફર કરી રહ્યા હતા. સફર દરમિયાન તેઓ ટોઇલેટ યુઝ કરવા ગયા ત્‍યારે અચાનક જ બીજા કોઇ મુસાફરે આવીને દરવાજો ખોલી નાખ્‍યો.
 
   ગુરૂદર્શનને એ વખતે છોભીલા પડવા જેવું થયું. બસ, તેમણે આ ઘટના માટે રેલવેની લાપરવાહીને જવાબદાર ઠેરવી. તેમનું કહેવું હતું કે, તેમણે અંદરથી સ્‍ટોપર લગાવી હોવા છતાં સહેજ જોર કરતાં દરવાજો ખૂલી ગયો હતો. ગુરૂદર્શન લાંબાના વકીલે તેના ક્‍લાયન્‍ટનું અપમાન થવા બદલ વળતરની માગણી કરી એવા સમયે રેલવેના અધિકારીઓએ એવી દલીલ કરી કે એ કોચમાં બીજા ટોઇલેટ પણ હતા, ગુરૂદર્શન એનો પણ ઉપયોગ કરી શકયા હોત. જોકે જજે બંને પક્ષની દલીલો સાંભળીને રેલવે તંત્રને દોષી માનીને જણાવ્‍યું હતું કે, સફર માટે તંત્ર મોટી રકમ વસૂલ કરે છે છતાં યાત્રીઓને આવી અસુવિધા કેમ થાય ? જજે યાત્રીને દોઢ લાખ રૂપિયાનું વળતર અને ફરીયાદ કરવાનો 1૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ પણ ચૂકવવાનો આદેશ રેલવેને આપ્‍યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati