Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓખા-તુતીકોરીન અને રાજકોટ-કોઈમ્બતુર ટ્રેનો 6 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ઓખા-તુતીકોરીન અને રાજકોટ-કોઈમ્બતુર ટ્રેનો 6 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
, શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (08:27 IST)
​દક્ષિણ પશ્ચિમ રેલવે ના પેનુકોંડા યાર્ડમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, 28મી જાન્યુઆરી, 2022 થી લઈને 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2022 સુધી વડોદરા  ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
 
1. ટ્રેન નંબર 19568 ઓખા - તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 28 જાન્યુઆરી અને 4 ફેબ્રુઆરી, 2022 ના રોજ વાયા ગુંટકલ - રેનિગુંટા - જોલારપેટ્ટાઈ - સેલેમ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટનો સમાવેશ થાય છે.
2. ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 30 જાન્યુઆરી અને 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ વાયા સેલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુરનો સમાવેશ થાય છે.
3. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 30મી જાન્યુઆરી અને 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2022ના રોજ વાયા ગુંટાકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગુત્તી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટ નો સમાવેશ થાય છે.
 
​રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Delhi Guidelines- દિલ્હીમાં આજથી 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ-સિનેમા હોલ ખુલશે, જાણો ગાઈડલાઈંસ