Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીએ કરી જાહેર કરી માફી યોજના, આ દિવસોમાં ભરી દેશો પ્રોફેશનલ ટેક્ષ તો દંડ-વ્યાજમાંથી મળશે મુક્તિ

મુખ્યમંત્રીએ કરી જાહેર કરી માફી યોજના, આ દિવસોમાં ભરી દેશો પ્રોફેશનલ ટેક્ષ તો દંડ-વ્યાજમાંથી મળશે મુક્તિ
ગાંધીનગર: , બુધવાર, 10 જુલાઈ 2019 (12:04 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ગ્રામ પંચાયતથી લઇને નગરપાલિકા-મહાપાલિકા કાર્યક્ષેત્રમાં આવતા વ્યવસાયવેરો – પ્રોફેશનલ ટેક્ષ ભરવાપાત્ર વ્યવસાયીઓ, એમ્પ્લોયરોએ ભરવાપાત્ર વ્યવસાય વેરાની બાકી રકમ તા. ૩૧ ઓગષ્ટ-ર૦૧૯ સુધીમાં ભરપાઇ કરે તો દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપતી માફી યોજના જાહેર કરી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં જારી કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે, ઘણા વ્યવસાયીઓ / નોકરીદાતાઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરાના ટેકસ નેટમાં લાવવાના બાકી રહી ગયેલ છે. જેમાં નાના કારખાનેદારો અને નાના પાયે ધંધો કરનારાઓ, નોકરીદાતાઓ, વગેરે સમાવેશ થાય છે. આવા વ્યવસાયીઓ વ્યવસાયવેરા કાયદાની જોગવાઇઓનું પાલન કરવા અને પોતાની ચૂક સુધારવા ઇચ્છા ધરાવતા હોવા છતાં કાયદાની દંડકીય જોગવાઇઓ અને પ્રોસીકયુશનના ભયથી પોતાની ચૂક સુધારવા આગળ આવતાં નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અબુધાબીમાં કમાવા ગયેલા નવસારીનાં 5 ખલાસીને પૈસા ન ચૂકવાતાં ઘરે આવવાના ફાંફાં