Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

New Rules From 1st January 2023: 1જાન્યુઆરીથી બદલાશે આ નિયમ

New Rules From 1st January 2023: 1જાન્યુઆરીથી બદલાશે આ નિયમ
, રવિવાર, 1 જાન્યુઆરી 2023 (09:05 IST)
થોડા જ દિવસોમાં જાન્યુઆરી વર્ષ 2023ની શરૂઆત થઈ જશે. નવા વર્ષ પર બેંકિંગ અને વીમા (Banking & Insurance) સાથે ઘણા સેક્ટરોમાં ફેરફાર થઈ રહ્યા છે. તેથી તમને આ ફેરફારોની જાણકારી હોવી જરૂરી છે. જો તમને કોઈ જરૂરી કામ બાકી છે તો આ મહીના એટલે કે 31 ડિસેમ્બરથી પહેલા ફટાફટ કરી લો. તમને કોઈ પરેશાના ન થાય. આવો તમને જણાવીએ કે આવતા મહીનાની પહેલી તારીખથી લાગૂ થઈ રહ્યા આ ફેરફાર વિશે. 
 
1. ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર 
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેમાં તમને રિવાર્ડ પ્વાઈંટસ મળે છે. જો તમારુ ક્રેડિટ કાર્ડમાં રિવાર્ડ પ્વાઈંટસ છે તો તેને રિડીમ કરી લો. મીડિયા રિપોર્ટસના મુજબ 
 
ગ્ઘણા બેંકોમાં રિવાર્ડ પ્વાઈંટસ સંબંધી નિયમ પણ છે. 1 જાન્યુઆરી 2023 થી બદલાશે. તેથી આ રિવાર્ડ પ્વાઈંટસના ઉપયોગ ડિસેમ્બરમાં જ કરી લો. 
 
2. મોંધુ થઈ શકે છે ઈંશ્યોરેંસ પ્રીમિયમ 
વર્ષ 2023થી ઈંશ્યોરેંસ પ્રીમિયમ (Insurance Premium) મોંધુ થઈ શકે છે. IRDAI વાહનોના ઉપયોગ અને તેમના રખ-રખાવના આધારે વીમ પ્રીમિયમને લઈને નવા નિયમ પર વિચાર કરી રહ્યા છે. એવી શક્યતા જણાવવામાં આવી રહી છેકે નવા વર્ષથી લોકોને મોંઘા ઈંશ્યોરેંસ પ્રીમિયનનો આંચકો લાગી શકે છે. 
 
3. ઈલેક્ટ્રોનિક બિલ કાઢવા ફરજીયાત 
મીડિયા રિપોર્ટસ મુજબ એક જાન્યુઆરી 2023થી 5 કરોડથી વધારેના બિજનેસ કરનારાઓ માટે ઈનવાયસિંગ (E Invoicing) એટલે ઈલેક્ટ્રૉનિક બિલ કાઢવા ફરજીયાત હશે. આ સેમા 20 કરોડ રૂપિયા હતી. તેથી જો તમે એક વેપારી છો તો તમારા માટે E bill ના નિયમ બદલી રહ્યા છે. 1 જાન્યુઆરીથી વેપારીઓને પોર્ટલના માધ્યમથી જ બિલ રજૂ કરશે. તેનાથી જ્યાં સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને ફર્જી બિલ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવા પર રોક લાગી શકશે. 
 
4. વાહનમાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ લગાવી લો 
જો તમારા વાહનમાં હજુ સુધી હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સ લગાવવામાં આવી નથી, તો તેને તરત જ ઈન્સ્ટોલ કરો. ઉચ્ચ સુરક્ષા જો નંબર પ્લેટ મેળવવાની સમય મર્યાદા વધારવામાં નહીં આવે તો તમારે 5 હજાર સુધીનો ભારે દંડ ભરવો પડી શકે છે.
 
5. CNG PNG ની કીમતમાં ફેરફાર 
વધારેપણુ મહીનાની પ્રથમ તારીખ કે પ્રથમ અઠવાડિયામાં CNG અને PNG ની કીમતમાં ફેરફાર થાય છે. કમર્શિયલ સિલેંડરની કીમત નવેમ્બરની શરૂઆતમા ઘટી હતી પણ ઘરેલૂ એલપીજી સિલેડરની કીમતમાં કોઈ ફેરફાર નહી કરાયુ હતુ. દિલ્હી અને મુંબઈમાં મહિનાના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલિયમ કંપનીઓ ભાવમાં ફેરફાર કરે છે. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી-NCR અને મુંબઈમાં CNG અને PNGના દરમાં વધારો થયો છે.
 
6. જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો, તો 1 જાન્યુઆરી, 2023થી તેના નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 જાન્યુઆરી, 2023 થી, બેંક લોકર ગ્રાહકોએ તેની ખાતરી કરવી પડશે કે તેઓએ નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પંજાબ નેશનલ બેંક (PNB) જેવી બેંકો ગ્રાહકોને તેના વિશે ચેતવણી આપવા માટે SMS મોકલી રહી છે.
 
7. નવા વર્ષમાં કાર ખરીદનારાઓને મોટો ઝટકો લાગશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, ટાટા મોટર્સ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, રેનો, કિયા ઈન્ડિયા અને MG મોટર 1 જાન્યુઆરીએ 2023 થી કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. Honda Cars કારની કિંમતમાં 30,000 રૂપિયાનો વધારો કરશે. જેમાં ટાટા મોટર્સ (ટાટા મોટર્સ) તેના કોમર્શિયલમાં 2 જાન્યુઆરી 2023થી વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
 
8. નવા વર્ષમાં ટીવી જોવાનું સસ્તું થશે. TRAI એ ટેલિકોમ સર્વિસ ટેરિફ ઓર્ડર, 2022 અને ટેલિકોમ્યુનિકેશન (બ્રૉડકાસ્ટિંગ અને કેબલ) સર્વિસ ઇન્ટરકનેક્શન (ચોથો સુધારો) નિયમોને સૂચિત કર્યા છે, 2022 રીલીઝ થાય છે. નવા નિયમ હેઠળ, 19 રૂપિયાથી ઓછી કિંમતની ચેનલોને કલગીમાં સામેલ કરવામાં આવશે. તેનાથી કેબલ અને ડીટીએચ ગ્રાહકોને રાહત મળશે. 
(Edited By-Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

welcome 2023- દુનિયાએ આવી રીતે કર્યું 2023નું સ્વાગત...