Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NDDBના ચેરમેને ડેરી સંસ્થાઓને એનાયત કર્યા મિલ્ક પ્રોડ્યૂસર્સ ડિજિટલ એવોર્ડસ

NDDBના ચેરમેને ડેરી સંસ્થાઓને એનાયત કર્યા મિલ્ક પ્રોડ્યૂસર્સ ડિજિટલ એવોર્ડસ
, સોમવાર, 30 નવેમ્બર 2020 (17:56 IST)
ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદનકર્તાઓની માલિકીના સંગઠનોના પ્રયાસોને બિરદાવવા તથા તેઓ ભવિષ્યમાં પણ તેમના પ્રયાસોને ચાલું રાખે તે માટે તેમને પ્રેરિત કરવા એનડીડીબીના ચેરમેન શ્રી દિલીપ રથે દૂધના ઉત્પાદનકર્તાઓ, ડેરી સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક કંપનીઓને ‘મિલ્ક પ્રોડ્યૂસર્સ’ ડિજિટલ એવોર્ડ અને ‘ડિજિટલ પેમેન્ટ એપ્રીશિયેશન સર્ટિફિકેટ’ એનાયત કર્યા હતા. 
 
આપણે જ્યારે ડૉ. વર્ગીસ કુરિયનની જન્મશતાબ્દીની ઉજવણી કરવા જઈ રહ્યાં છીએ ત્યારે તેમની જન્મજયંતી એટલે કે 26 નવેમ્બર, 2020 - નેશનલ મિલ્કડેથી શરૂ કરી આપણા ટૅકનોલોજીથી સુસજ્જ દૂધ ઉત્પાદકો અને શ્રેષ્ઠ ડેરી સંગઠનોને પુરસ્કારો અને પ્રમાણપત્રો મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનેષ શાહ અને અરુણ રાસ્તેએ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
 
દિલીપ રથે જણાવ્યું હતું કે,આ પુરસ્કાર સીમાચિહ્નરૂપ સાબિત થશે તથા ભારત સરકારનાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનની સાથે ભેગા મળી એનડીડીબીના પ્રયાસો પશુપાલકોને દૂધના બિલની ચૂકવણીઓ સંપૂર્ણપણે બેંક મારફતે સ્વીકારવા તથા અન્ય ડિજિટલ પ્લેટફૉર્મના ઉપયોગને વધારવા માટે ચોક્કસપણે પ્રોત્સાહિત કરશે. રાષ્ટ્રીય પ્લેટફૉર્મ પર પ્રાપ્ત થયેલી આ પ્રકારની માન્યતા અન્ય દૂધ ઉત્પાદકોને પણ વધુ જાગૃત બનવા તથા ચૂકવણીના પારદર્શક ડિજિટલ મૉડ તરફ પરિવર્તિત થવા માટે નિશ્ચિતપણે પ્રોત્સાહિત પણ કરશે.
 
જે પશુપાલકોએ સતત તેમના સંબંધિત બેંક ખાતામાં દૂધની બિલની ચૂકવણીઓ મેળવી હતી અને તેમના સંબંધિત રાજ્યોમાં દૂધ મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપનીઓને ડિજિટલ ચૂકવણી માટેની સુવિધા પૂરી પાડી હતી તેમને આ કાર્યક્રમમાં બિરદાવવામાં અને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
 
દૂધની બિલની ચૂકવણીઓ ડિજિટલ રીતે મેળવવા માટે એનડીડીબીના ચેરમેને ડેરી સહકારી મંડળીઓના 62 દૂધ ઉત્પાદક અને દૂધ ઉત્પાદક કંપનીઓના 24 દૂધ ઉત્પાદકોને સન્માનિત કર્યા હતા. 22 રાજ્યની 19 ડેરી સહકારી દૂધ મંડળી/ફેડરેશન તથા 8 દૂધ ઉત્પાદક કંપનીને પણ દૂધના બિલની મહત્તમપણે ડિજિટલ ચૂકવણી સ્વીકારવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
 
જીઆઇએસ સમર્થિત ફીલ્ડ ડેટા કલેક્શન, વિઝ્યુલાઇઝેશન અને નિર્ણય લેનારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ‘ડેરી સર્વેયર’ને લૉન્ચ કરતી વખતે દિલીપ રથે જણાવ્યું હતું કે, જેમના હાથમાં ડેટા છે, તેમનું ભવિષ્ય પણ તેમના હાથમાં છે. ડેટાનું ડિજિટાઇઝેશન કરવાનું એનડીબીબીનાં આ નવીન અભિયાનને પરિણામે આ એપ્લિકેશન તૈયાર થઈ શકી છે, જે રીયલ ટાઇમમાં સ્થાનિક ડેટા (કૉઑર્ડિનેટ્સ અને ફોટોગ્રાફ્સ)ને એકઠો કરી શકે છે તથા ડિજિટલ નકશાઓ પર તેને દર્શાવે છે.
 
 આ એપની વિશેષતાઓમાં જીયો-ટૅગિંગ અને ટાઇમ સ્ટેમ્પની સાથે ફીલ્ડ ડેટાનાં એકત્રીકરણ, ફીલ્ડ સ્તરના પ્રોજેક્ટ્સનું રીયલ ટાઇમમાં ટ્રેકિંગ, ફોટા/સિગ્નેચર/ઑડિયો/વીડિયોને કેપ્ચર કરવા અને અપલૉડ કરવાની સુવિધા, નકશા પર ફીલ્ડના ડેટાને દર્શાવવાની તથા તેને એક્સેલમાં એક્સપોર્ટ કરવાની સુવિધા અને સ્થાનિક કૉઑર્ડિનેટ્સની મદદથી ડેટાના વિશ્લેષણનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 ડિસેમ્બરથી ફરી ખુલશે અક્ષરધામ મંદિર, વૉટર શૉ પણ નિહાળી શકાશે