Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી કરી દે આ કામ તો પેટ્રોલ-ડીઝલ એકદમ સસ્તા થઈ શકે

મોદી કરી દે આ કામ તો પેટ્રોલ-ડીઝલ એકદમ સસ્તા થઈ શકે
, મંગળવાર, 19 મે 2015 (11:17 IST)
સતત બીજા મહિને તેલ કિમંતોમાં વધારો થવાથી મોદી સરકારીની હોશિયારી બરબાદ થયેલા ખેડૂતો અને જનતા પર ભારે પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં કમી દરમિયાન સરકારે ત્રણ વારમાં પેટ્રોલ પર છ રૂપિયા અને ડીઝલ પર 4.5 રૂપિયાની વધુ એક્સાઈઝ ડ્યુટી લગાવી દીધી. 
 
આના પહેલા છ મહિનામાં સરકારી ખજાનામાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાની વધુ આવક થવાનુ અનુમાન છે. તેલના ભાવ ઓછા હતા તો લોકોને વધુ પ્રોબ્લેમ નથી થઈ પણ મહિનાભરમાં પેટ્રોલના ભાવ સાત રૂપિયાથી વધુ વધી ગયા તો લોકોને વધુ ભાવ કાપવા લાગ્યા છે. 
 
સરકાર આ ચાર્જ ખતમ કરી દે તો ઈલાહાબાદમાં પેટ્રોલની કિમંતો 67 રૂપિયા અને ડીઝલની કિમંત 53 રૂપિયાની આસપાસ થઈ શકે છે. સરકાર અત્યાર સુધી ઈલાહાબાદીઓના ખિસ્સામાંથી કરોડો રૂપિયા વધુ કાઢી ચુકી છે. 
 
webdunia
તેલની કિમંતોમાં મોટી રમત છે.  વિશેષજ્ઞ જણાવે છે કે તેલની કિમંતોમાં 14.45 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી, 2.5 રૂપિયા આયાત ચાર્જ, બે ટકા ડીલર્સ કમીશનનો પણ સમાવેશ છે. સાથે જ યુપીમાં ડીઝલને કિમંતોમાં 15 ટકા અને પેટ્રોલમાં 26.55 ટકા વેટ પણ લાગે છે. 
 
કિમંતોના વધવા દરમિયાન ગોવા સરકારે વૈટના ભાવમાં રાહત આપી હતી.  તેનાથી પેટ્રોલના ભાવમાં લગભગ 11 રૂપિયાની કમી થઈ. તેથી પ્રદેશ સરકારના હાથમાં પણ કિમંતોને ઓછી કરવાની તરકીબ છે. પણ લોકો જાણે છે કે અસલી ગેમ મોદી સરકારની છે. 
 
તેલ કિમંતો 115 ડોલરથી ઘટીને 65 ડોલરના નિકટ પહોંચી તો છુટકમાં પણ કિમંતો ઘડાધડ ડાઉન થવા લાગી. પણ કેન્દ્ર સરકારે વધુ એક્સાઈઝ ડ્યુટી લગાવીને ખુશીઓ પર ગ્રહણ લગાવી દીધુ. 

નવેમ્બરની આસપાસ પેટ્રોલના છુટક ભાવ 10 રૂપિયા અને ડીઝલના છ રૂપિયા ઓછા થવાની તક મળી તો સરકારે બંને તેલ પર 1.50 રૂપિયા પ્રતિ લીટરની વધુ ડ્યુટી લગાવી દીધી. ડિસેમ્બરમાં ફરી 2.25 રૂપિયા પેટ્રોલ અને એક રૂપિયા ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લાગી. બજેટમાં ફરી બે-બે રૂપિયાની વધુ ડ્યુટી લગાવી દીધી. પહેલાથી જ પીડાય રહેલા ખેડૂતોને ટ્રેક્ટરથી ખેતરની ખેડવામાં અને ડીઝલ પંપિગ સેટથી સિંચાઈ દરમિયાન પ્રતિ લીટર 4.5 રૂપિયા વધુ આપવા પડી રહ્યા છે.  
 
'કિમંતોમાં વધારો થયો છે પણ વધુ એક્સાઈઝ ડ્યુટીને હટાવવા જેવી જરૂર નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલ કિમંતોમાં ઘટાડો થવાની શક્યતા છે.  જેવા ભાવ ઓછા થશે, લોકોને તેનો ફાયદો મળશે.'
 
-કેશવ પ્રસાદ મૌર્ય, સાંસદ. ફુલપુર. 
 
'આંતરરાષ્ટ્રીય સ્તર પર 112-115 ડોલર પ્રતિ બેરલ કિમંત હતી તો ભાજપાએ દુષ્પ્રચાર કર્યો. એનડીએ સરકારમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ડાઉન થયા તો કેન્દ્ર સરકારે એ સરેરાશમાં લોકોને ફાયદો નથી મળવા દીધો. પ્રધાનમંત્રી પોતાના વ્યવસાયિક થવાની વાત કહી રહ્યા છે. હવે જનતાને મોદી સરકાર પાસેથી જવાબ માંગવો જોઈએ.' 
 
-અનુગ્રહ નારાયણ સિંહ, એમએલએ, કોંગ્રેસ. 
 

Share this Story:

Follow Webdunia gujarati