Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nifty એ તોડ્યો રેકોર્ડ.. પહેલીવાર ખુલ્યો 10 હજારને પાર

Nifty એ તોડ્યો રેકોર્ડ.. પહેલીવાર ખુલ્યો 10 હજારને પાર
, મંગળવાર, 25 જુલાઈ 2017 (10:34 IST)
નિફ્ટીએ પહેલીવાર રેકોર્ડ 10000ના સ્તરને પાર કરી લીધુ છે. નિફ્ટીએ 10011.30 નો નવો રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને અડ્યો છે. શરૂઆતી વેપારમાં સેંસેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સેંસેક્સ 32300ના ઉપર વેપાર કરી રહ્યો છે. 
 
ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 32,374.30ની ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી, તેમજ નિફટીએ 10,011.30 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી.
 
દરેક પ્રત્યાઘાતી ઘટાડા પચાવીને શેરબજારમાં એકતરફી તેજી આગળ વધી છે. ભારત પાકિસ્તાન અને ભારત ચીન સરહદે તંગદિલી હોવા છતાં શેરબજારમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો છે. બીજી તરફ જીએસટી અમલી બની ગયો છે. સરકારને જીએસટી પછી કરવેરાની આવકમાં 15 ટકાનો વધારો નોંધાયો છે. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ છે, તેમજ કેન્દ્ર સરકાર એક પછી એક નવા આર્થિક સુધારા કરી રહી છે. જેને પગલે ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સહિત સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો ભારે બુલિશ છે. આ કારણોસર જ શેરબજાર આજે નવો ઈતિહાસ રચવામાં સફળ રહ્યું છે. નિફટીએ પાંચ આકડા બતાવ્યા છે, એટલે કે 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી દીધી છે. રોકાણકારોમાં પણ આનંદોનું વાતાવરણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ, 20ના મોત 30 લોકો ઘાયલ