Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાયરસથી ભારતમાં પ્રથમ મોત, અત્યાર સુધી ભારતમાં 76 કેસ

કોરોના વાયરસથી ભારતમાં પ્રથમ મોત, અત્યાર સુધી ભારતમાં 76 કેસ
બેંગલુરૂ. , શુક્રવાર, 13 માર્ચ 2020 (12:30 IST)
ભારતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે.  કર્ણાટકના કલબુર્ગીમાં મંગળવારે એક 76 વર્ષીય વ્યક્તિની કોવિડ 19 વાયરસથી મોત થઈ ગયુ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મામલાની ચોખવટ કરતા જણાવ્યુ કે વૃદ્ધને હાઈ બીપી અને અસ્થમા જેવી પણ અનેક બીમારીઓ હતી.  બીમાર વ્યક્તિ મોહમ્મદ હુસૈન સિદ્દકી તાજેતરમાં જ સઉદી અરબથી પરત આવ્યો હતો. ગુરૂવારે જ આ વ્યક્તિની કોરોના વાયરસ હોવાની ચોખવટ થઈ હતી. 
 
કર્ણાટકના આરોગ્ય વિભાગના કમિશનરના જણાવ્યા અનુસાર, 76 વર્ષીય સિદ્દીકીની મેડિકલ તપાસ કર્યા બાદ તેને કોરોના વાયરસ થયો છે તેની ચોખવટ થઈ હતી. . હવે આરોગ્ય વિભાગ શોધી રહ્યું છે કે આ વૃદ્ધ લોકોના સંપર્કમાં કેટલા લોકો આવ્યા છે. તેલંગાણા સરકારને એવી પણ માહિતી આપવામાં આવી છે કે સિદ્દીકીને કોરોનાથી સંક્રમિત હતા. અધિકારીઓને એ પણ જાણ થઈ છે કે સિદ્દીકી તેલંગાણાની એક હોસ્પિટલમાં પણ સારવાર માટે ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

corona Virus Effect-કોરોના વાયરસના સંક્રમણને કારણે IIMનો પદવીદાન સમારંભ રદ કરાયો