Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIC IPO: આજથી એલઆઈસીના આઈપીઓમાં કરી શકશો રોકાણ, Invest કરતા પહેલા જાણી લો આ 10 જરૂરી વાતો

LIC IPO: આજથી એલઆઈસીના આઈપીઓમાં કરી શકશો રોકાણ, Invest  કરતા પહેલા જાણી લો આ 10 જરૂરી વાતો
નવી દિલ્હી. , બુધવાર, 4 મે 2022 (15:07 IST)
રોકાણકારોના રાહ જોવાના દિવસો હવે પુરા થયા છે.  દેશનો સૌથી મોટો આઈપીઓ રોકાણકારોની પ્રતિક્રિયા મેળવવા તૈયાર છે. ભારતીય જીવન વીમા નિગમનો આપીપ  (LIC IPO) બુધવારે એટલે કે 4 મે થી રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. છુટક રોકાણકાર આજથી આ આઈપીઓને સબસ્ક્રાઈબ કરી શકે છે. છૂટક રોકાણકારો માટે IPO ખુલે તે પહેલાં, LIC મંગળવારે તેના પોલિસીધારકોને SMS અને અન્ય માધ્યમો દ્વારા શેર વેચાણ વિશે જાણ કરી હતી. LIC પોલિસીધારકો આ IPOમાં ડિસ્કાઉન્ટ માટે પાત્ર છે. આ IPOમાં કેટલાક શેર LICના વર્તમાન પોલિસીધારકો અને કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. IPOમાં, છૂટક રોકાણકારો અને પાત્ર કર્મચારીઓને શેર દીઠ રૂ. 45 અને પોલિસીધારકોને પ્રતિ શેર રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આવો જાણીએ આ IPO સંબંધિત દસ મહત્વની બાબતો.
 
1. રોકાણકારો માટે 6 દિવસ ખુલ્લુ રહેશે એલઆઈસી આઈપીઓ. તમે 4 મે થી લઈને 9 મે સુધી તેમા રોકાણ કરી શકો છો. 
 
2. આ આઈપીઓમાં પ્રાઈસ બૈંડ  (LIC IPO Price Band) 902 રૂપિયાથી 949 રૂપિયા પ્રતિ શેયર રાખવામાં આવ્યો છે. બીજી બાજુ એક શેય રની વેલ્યુ 10 રૂપિયા છે. રોકાણકાર 15 શેયરના લૉટમાં બોલી લગાવી શકે છે. આ રીતે ન્યૂનતમ 13530 રૂપિયા રોકાણ કરવુ પડશે 
 
3. ભારત સરકાર LICમાં તેનો 3.5% હિસ્સો વેચીને આ IPO દ્વારા લગભગ રૂ. 21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે.
 
4. આ IPOમાં, છૂટક રોકાણકારો અને પાત્ર કર્મચારીઓને પ્રતિ શેર 45 રૂપિયા અને પૉલિસીધારકો માટે પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
 
5. IPOમાં 22.13 કરોડ ઇક્વિટી શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે.
 
6. LIC IPO ના 10% કંપનીના હાલના પોલિસીધારકો માટે અનામત છે.
 
7. IPOમાં LICના કર્મચારીઓ માટે 15 લાખ શેર અનામત રાખવામાં આવ્યા છે. તે જ સમયે, IPOમાં 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.
 
8. 16મી મેના રોજ ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. તે જ સમયે, કંપની 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.
 
9. આ IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. આ પછી Paytmનો IPO બીજા નંબર પર છે.
 
10. LIC એ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,627 કરોડ એકત્ર કર્યા છે. 5.92 કરોડ શેર એન્કર રોકાણકારો માટે રૂ. 949 પ્રતિ ઇક્વિટી શેરના દરે આરક્ષિત હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાંચો ગુજરાતની દીકરીઓની આપવીતીના ત્રણ કિસ્સાઃ એક પિતા દારૂ પીને મારઝૂડ કરતો,બીજાએ પૈસાની લાલચે પરણીતિ પુરુષ સાથે દીકરીના લગ્ન નક્કી કર્યા