Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી તમારા ખિસ્સા પર વધશે ભાર, જાણો કૃષિ સેસના નામે આજથી કંઈ કંઈ વસ્તુઓના વધશે ભાવ ?

આજથી તમારા ખિસ્સા પર વધશે ભાર, જાણો  કૃષિ સેસના નામે આજથી કંઈ કંઈ વસ્તુઓના વધશે ભાવ ?
, બુધવાર, 1 જૂન 2016 (10:34 IST)
બજેટમાં લાદવામાં આવેલ કૃષિ સેસ આજથી અમલમાં આવી ગયો છે.  તમામ સેવાઓ ઉપર અડધા ટકાનો કૃષિ કલ્યાણ સેસ લાગુ થઇ રહ્યો છે. જેનાથી સર્વિસ ટેક્ષ 14.5 ટકાથી વધીને 15 ટકા થઇ જશે એટલે કે મોબાઇલ, ડીટીએચ, વિજળી, પાણી વગેરેના યુટીલીટી બીલ, રેસ્ટોરન્ટમાં જમવાનુ, રેલ્વે અને હવાઇ ટીકીટ, બેન્કીંગ, વિમા વગેરે સેવાઓ મોંઘી થઇ જશે. અત્રે એ નોંધનીય છે કે, બજેટમાં મોદી સરકારે 0.50  ટકા કૃષિ કલ્યાણ સેસ લાદવાનુ એલાન કર્યુ હતુ. આ થકી સરકાર કૃષિ અને ખેડુતોની યોજનાઓ માટે 5000 કરોડ રૂપિયા મેળવશે. ઇટીંગ આઉટથી માંડીને ઇન્ટરનેટ બધુ મોંઘુ થયુ. જેટલીએ સર્વિસ ટેક્ષનો મુળ દર પણ 12.36 ટકાથી વધારીને 14 ટકા કરી દીધો હતો વળી 15 નવેમ્બરથી અડધા ટકાનો સ્વચ્છતા સેસ પણ લાગુ થયો હતો. આમ સર્વિસ ટેક્ષનો ઇફેકટીવ રેટ 15 ટકા થઇ જશે.
 
   દેશમાં સર્વિસ ટેક્ષનુ કલેકશન 4  વર્ષમાં એકંદરે 25  ટકાના સંકલિત દરે વધીને નાણાકીય વર્ષ-2015-16માં કુલ રૂ. 2.10  લાખ કરોડ થઇ ગયાનો અંદાજ છે. જે એકસાઇઝ અને કસ્ટમ્સમાંથી મળતી આવક કરતા પણ વધારે છે. માત્ર એક જ વર્ષમાં 2.64 ટકા જેટલો સર્વિસ ટેક્ષ વધી ગયો છે.
 
   આજથી દરેક સર્વિસ મોંઘી થઇ જશે એટલે કે લગ્ન સમારોહ, બેન્ક ડ્રાફટ, ફંડ ટ્રાન્સફર, એસએમએસ એલર્ટ, માલવહન, પાર્લર સર્વિસ, પંડાલ, કેટરીંગ, સ્પા, સલુન જેવી સેવાઓ પણ મોંઘી થશે. ગુડઝ અને સર્વિસીઝ ટેક્ષનો દર 17 થી 18 ટકાની આસપાસ રાખવાની વાત છે તેથી સર્વિસ ટેકસ પણ ધીમે-ધીમે એ જ સપાટી સુધી લઇ જવામાં આવી રહ્યો છે તેની અસર ફોનના બીલ, હોટલમાં ભોજન, ફિલ્મો, આરોગ્ય સેવા, બેન્કીંગ વ્યવહારો વગેરે ઉપર થશે.
 
   એક વર્ષમાં તમામ પ્રકારની સેસથી સરકાર 1.16  લાખ કરોડ રૂપિયા કમાવી લે  છે. ગયા વર્ષે પેટ્રોલ અને ડિઝલ પરની સેસથી 21,054 કરોડ રૂપિયા મળ્યા હતા. 1 લી જુનથી કાર પર 1 ટકાનો લકઝરી ટેકસ પણ લાગુ થશે. 10 લાખથી વધુની કિંમતની કાર ખરીદવા પર તે  લાગુ થશે. આજથી 2 લાખથી વધુની કિંમતનો માલ કે સેવાની રોકડેથી ખરીદી પર સંબંધિત વેપારી તમારી પાસેથી 1 ટકાનો ટીસીએસ લેશે.
 
   જો રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો અને 1000નું બીલ આવે તો 14.5 ટકાના દરે હાલ 58 રૂ. ટેક્ષ લેવાય છે તેને બદલે હવે આજથી હવે રૂ. 60 લેવાશે. ટ્રાન્સપોર્ટેશનનું રૂ.10,000 આવ્યુ હોય તો અત્યાર સુધી રૂ.435 લેવાતા હતા તે હવે 15 ટકા લેખે રૂ.450 લેવાશે. 20 લાખનું મકાન ખરીદવા પર અત્યાર સુધી 87000 આપવા પડતા હતા તેના બદલે હવે રૂ.90,000 આપવા પડશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા શહેરમાં સુલેમાની ચાલીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પત્થરમારો આગચંપીના બનાવો